ETV Bharat / city

કેન્દ્ર સરકાર એજ્યુકેશન ચેનલ લોન્ચ કરશે, શ્રી પીએમ શાળા શરૂ કરવામાં આવશે : કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન - Union Education Minister Dharmendra Pradhan

ગાંધીનગરમાં નેશનલ એજ્યુકેશન મિનિસ્ટર કોન્ફરન્સના (National Education Minister Conference) બીજા દિવસે વિવિધ મુદ્દાઓેને લઇને ચર્ચાવિચારણાનો દોર ચાલ્યો હતો. કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત રાજ્યોના શિક્ષણપ્રધાનો દ્વારા આગામી સમયમાં નવી શિક્ષણ નીતિ અને તેના અમલીકરણ પર ભાર (Discussion of new education policy) મૂકવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકાર એજ્યુકેશન ચેનલ લોન્ચ કરશે, શ્રી પીએમ શાળા શરૂ કરવામાં આવશે : કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન

author img

By

Published : Jun 2, 2022, 2:44 PM IST

ગાંધીનગર : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતમાં 1-2 જૂનના દિવસે નેશનલ એજ્યુકેશન મિનિસ્ટર કોન્ફરન્સનું (National Education Minister Conference)આયોજન કરવામાં આવ્યું છે. આજે એજ્યુકેશન મિનિસ્ટર કોન્ફરન્સના છેલ્લા દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન (Union Education Minister Dharmendra Pradhan) રાજ્યના કેબિનેટ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સહિત સમગ્ર દેશનાં તમામ રાજયોના અને કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવ હાજર રહ્યા હતાં. ત્યારે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરી હતી કે સમગ્ર દેશમાં શિક્ષણ નીતિ (Discussion of new education policy)અનુસાર શિક્ષણના સ્તરને સુધારવા માટે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં કુલ 200 જેટલી શ્રી પીએમ શાળા (Shri PM School will be started) શરૂ કરવાની તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે કાર્યક્રમ બાદ દેશના તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાન અને શિક્ષણ સચિવોએ એક સાથે ગ્રૂપ ફોટોગ્રાફી પણ કરાવી હતી.

નવી શિક્ષણ નીતિ વિશેની બાબતો જણાવતાં ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ પ્રધાને શું કહ્યું ? - કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Union Education Minister Dharmendra Pradhan)પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશભરમાં નેશનલ એજ્યુકેશન પોલિસી (Discussion of new education policy)અંતર્ગત બે વર્ષ પૂર્ણ થયા છે. જ્યારે શિક્ષણ નીતિનું અમલીકરણ બાબતે શું કામ થયું છે તે બાબતની ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેકનોલોજી અને સ્થાનિક ભાષા સહિતની બાબત પર પણ ચર્ચા થઈ છે. જ્યારે તમામ રાજ્યના શિક્ષણ પ્રધાન દ્વારા ગઈકાલે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરી ટેકનોલોજીના માધ્યમથી કઇ રીતનું કામગીરી કરી શકાય તે બાબતની પણ માહિતી લીધી છે. આવનારા દિવસોમાં પણ શિક્ષણ પર ચર્ચા ચાલુ રહેશે. ટેકનોલોજીના સમયમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ટીવી ચેનલ પર શિક્ષણ (Central Government will launch Education Channel ) સંદર્ભે કામગીરી પણ થઈ રહી છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય શિક્ષણ પ્રધાનોની બે દિવસીય બેઠકના ભાગરૂપે રાજ્યોના શિક્ષણ પ્રધાનો અને પ્રતિનિધિઓ સાથે લીધી NFSUની મુલાકાત

વિદ્યાધર્મ એ શ્રેષ્ઠ ધર્મ - મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં વિદ્યા ધર્મે જ શ્રેષ્ઠ ધર્મ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ક્ષેત્રમાં અનેક કાર્યો કર્યા છે. શિક્ષણમાં સતત બદલાવ પણ જરૂરી છે. જ્યારે 34 વર્ષ જૂની શિક્ષણ નીતિમાં (Discussion of new education policy)બદલાવ કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની કામગીરી કરી છે. દેશના શિક્ષણમાં થતો ખર્ચ આઠ વર્ષમાં બમણો થયો છે. સારા શિક્ષણથી સમાજની પેઢીઓ તરી જાય તે માટે સારું શિક્ષણ જરૂરી છે .આ ઉપરાંત કન્યા શિક્ષણ પર પણ વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક કાર્યો કર્યા છે જ્યારે શાળા પ્રવેશોત્સવ થકી બાળકોના શિક્ષણમાં પણ વધારો કર્યો છે.

બીજા દિવસે પણ જીતુ વાઘાની મનીષ સીસોદીયા જોડે જ રહ્યા - નેશનલ એજ્યુકેશન મિનિસ્ટર conference માં (National Education Minister Conference)ગઈકાલે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દિલ્હીના શિક્ષણ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સાથે રહ્યા હતાં. ત્યારે આજે પણ જીતુ વાઘાણી મનીષ સિસોદિયાની સાથે જ જોવા મળી રહ્યા હતાં. જ્યારે મીડિયાએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મનીષ સિસોદિયા કંઈ પણ બોલવા તૈયાર થયા ન હતાં. જ્યારે કાર્યક્રમ દરમિયાન જીતુ વાઘાણીએ સ્પીચમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષાના ક્ષેત્રમાં અનેક બદલાવ કર્યા છે. જ્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ તે મહાત્મા મંદિરમાં શિક્ષણ બાબતની ચર્ચા કરી રહ્યા છે અને આપણે સામાજિક દાયિત્વની જવાબદારી નિભાવી રહ્યા છીએ. નવી શિક્ષણ નીતિ (Discussion of new education policy) આવનારા નવા ભારતનો દસ્તાવેજ બની ચૂક્યો છે અને આ કોન્ફરન્સ ભારતને નવી દિશા અને નવી ઊર્જા આપશે.

આ પણ વાંચોઃ Vidhya Samiksha Kendra Visit : આ વખતે વાઘાણી સિસોદિયાનો કેડો કેમ નથી મૂકી રહ્યાં? નેશનલ કોન્ફરન્સમાં રાજ્યોના શિક્ષણપ્રધાનોની મુલાકાત

દેશનો દરેક બાળક 12 ધોરણ સુધી ફરજિયાત અભ્યાસ કરે - CBSC સચિવ અનિતા કરવાલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ન(Discussion of new education policy) વી શિક્ષણ સમિતિ બાબતે આજે ચર્ચાઓ (National Education Minister Conference) શરૂ થઈ છે. જ્યારે આવનારા દિવસોમાં દેશનો એક પણ બાળક અભ્યાસ પડતો ન મુકે અને ઓછામાં ઓછું ધોરણ 12 સુધી અભ્યાસ કરે તે ખૂબ જ જરૂરી અને ફરજિયાત છે. જ્યારે વર્તમાન સમયમાં આપણે ટેકનોલોજીની સાથે પેંડેમીકની પરિસ્થિતિમાં પણ શિક્ષણ આગળ વધારવું જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અત્યારે સ્વતંત્રતાની 75મા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આવનારા 25 વર્ષ સુધી દરેક બાળક થાય સારું શિક્ષણ મેળવે તો સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન અગ્રીમ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.