- રાજ્યના DGPએ લોન્ચ કરી અપનાપન યોજના
- હવે કોઈ પણ વ્યક્તિ વૃદ્ધોને તરછોડી નહિ શકે
- ઇરાદાપૂર્વક તરછોડાયેલા વૃદ્ધો કરી શકશે ફરિયાદ
ગાંધીનગરઃ રાજ્યના કોઇપણ વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક વરિષ્ઠ નાગરિકોને તરછોડવામાં આવશે તો તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. જે માટે DPG આશિષ ભાટિયાએ એક નવી યોજનાની જાહેરાત કરી છે. નવી યોજના પ્રમાણે જે કોઈ પણ વ્યક્તિ ઇરાદાપૂર્વક વરિષ્ઠ નાગરિકોને તરછોડશે તો 3 મહિનાની જેલ અને 500 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરણપોષણનો દાવો કરવા માટે પોલીસ હવે સિનિયર સિટીઝનને મદદ કરશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં નિરાધાર વૃદ્ધોને 750 રૂપિયા પેન્શન ચૂકવે છે રાજ્ય સરકાર
રોજીંદા વ્યવહાર સાથે સંકળાયેલા તમામ લોકોની યાદી તૈયાર કરાશે
સિનિયર સિટીઝનના પડોશીની પણ યાદી તૈયાર કરવામાં આવશે. સાથે સાથે સિનિયર સિટીઝનના રોજીંદા વ્યવહાર સાથે સંકળાયેલા તમામ લોકોની પણ યાદી તૈયાર કરાશે. આ ઉપરાંત સિનિયર સિટીઝનને જીવન જરૂરી ચીજો લાવવા માટે પોલીસ દ્વારા મદદ કરાશે અને સાયબર ક્રાઈમના ગુનાથી બચવા માટે પોલીસ માર્ગદર્શન આપશે.