ETV Bharat / city

કોરોનાથી મૃત્યુ પામેલા સચિવાલયના કર્મચારીઓના પરિવારજનોને વળતર આપવા સ્ટાફ એસોસીએશને કરી માગ - Corona Transition

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિવાલયના કેટલાય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. તેમજ કેટલાક કર્મચારીઓનું કોરોનાથી મોત પણ થયું હતું. ત્યારે કોરોનાથી મૃત્યુ પામેલા સચિવાલયના કર્મચારીઓના પરિવારજનોને વળતર આપવા માટે સ્ટાફ એસોસિએશને માગ કરી છે.

કોરોનાથી મૃત્યુ પામેલા સચિવાલયના કર્મચારીઓના પરિવારજનોને વળતર આપવા સ્ટાફ એસોસીએશને કરી માગ

author img

By

Published : Apr 27, 2021, 9:20 PM IST

Updated : Apr 28, 2021, 2:42 PM IST

  • ફરજ દરમિયાન કોરોનાથી કેટલાક કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે
  • સચિવાલયના કર્મચારીઓના પરિવારજનોને વળતર આપવા કરવામાં આવી માગ
  • કર્મચારી, અધિકારીઓ વગેરે માટે માગ

ગાંધીનગર: કોરોનાને એક વર્ષથી વધુ સમય વિત્યો છે, ત્યારે આ દરમિયાન એવા કર્મચારીઓ કે જેઓ સચિવાલયમાં ફરજ બજાવે છે, સરકારી કર્મચારી છે અને તેઓ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થયા હોય, તેમજ તેમનું મૃત્યુ થયું હોય તેવા કર્મચારીઓના પરિવારજનોને રૂપિયા 25 લાખનું વળતર આપવામાં આવે તે માટે ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશને સરકારને પત્ર લખ્યો છે. સચીવાલયના સરકારી કર્મચારીનું કોરોનાથી મૃત્યું થયું હોય તેના નિરાધાર થયેલા કુટુંબને સહાય મળવાપાત્ર થાય તે હેતુથી ગુજરાત સરકાર સચિવાલયના મુખ્ય સચિવ અનિલ મુકીમને પત્ર લખ્યો હતો.

કોરોનાથી મૃત્યુ પામેલા સચિવાલયના કર્મચારીઓના પરિવારજનોને વળતર આપવા સ્ટાફ એસોસીએશને કરી માગ

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ જો કોવિડ પોઝિટિવ આવે તો ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ સારવાર

રૂપિયા 25 લાખના વળતરની કરાઈ માગ

સરકારી કચેરી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓને તેઓની રોજબરોજની સેવા દરમિયાન તેઓ પાસે સામાન્ય પ્રજાલક્ષી કાર્યો તેમજ અન્ય કર્મચારીઓ અને વિભાગ તરફથી રજૂઆત દરખાસ્ત તેમજ ફાઇલો જતી હોય છે. આ રજૂઆત, ફાઇલની ચકાસણી કરી તેની આગળની ઘટતી કાર્યવાહી અને રજૂઆત કરવાની હોય છે. ઉપરી અધિકારી અને અન્ય વિભાગમાં રૂબરૂ ચર્ચા કરવા પણ જવું પડતું હોય છે. તેમજ આ પરિસ્થિતિમાં સંક્રમિત થવાની શક્યતા છે અને કેટલાક કિસ્સામાં સંક્રમણના કારણે કર્મચારીનું મૃત્યુ પણ થયું છે, જેથી તેમના પરિવારજનોને યોગ્ય વળતર મળી રહે તે પ્રકારની વિગત એસોસિએશન દ્વારા પત્રમાં લખવામાં આવી છે.

આ પણ વાંચોઃ ETV Bharat Special: ગુજરાતનું પાટનગર ગાંધીનગર કયા કનેક્શનથી કોરોનાગ્રસ્ત થયું?

મુખ્ય સચિવને પત્ર લખી જાણ કરવામાં આવી

સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે કહ્યું કે, સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, કોરોનાથી સચિવાલયના કર્મચારીઓનું મૃત્યુ થયું છે તેના પરિવારને સહાય આપવામાં આવે જે માટે અમે અનિલ મુકિમને જાણ કરી છે.

Last Updated : Apr 28, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.