- કોરોનાકાળમાં સેવાભાવી- સંસ્થાઓના સહકારથી લોકોની સેવા-સારવાર સતત થઈ
- મુખ્યપ્રધાને ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું
- અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ SGVP Holistic Hospital ખાતે 13 હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું ગાંધીનગરથી ઇ- લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન એક લાખથી વધુ કોવિડ દર્દીઓએ સારવાર લીધી છે. તેમેણે કહ્યું કે, ગુજરાતે કોરાનાની બન્ને લહેરનો મક્કમતાથી મુકાબલો કર્યો છે અને હવે આપણે સંભવિત ત્રીજી લહેર માટે પણ સજ્જ બની રહ્યા છીએ. રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે અને તે માટે અલગ-અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
ઓક્સિજન પુરવઠો વધારવા સરકારની તૈયારીઓ
મુખ્યપ્રધાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે મેડિકલ ઓક્સિજનની ઉપલબ્દ્ધતા અંગે વાત કરતાં જણાવ્યું કે, સરકારે PSA પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન સિલિન્ડર, પરિવહન વ્યવસ્થા વિગેરેમાં આવશ્યક વૃદ્ધિ કરી રાજ્યની મેડિકલ ઓક્સિજનની ક્ષમતા 1800 મેટ્રિક ટન લઈ જવા નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : કોર કમિટીમાં નિર્ણય : વાવાઝોડામાં અગરિયાઓને થયેલ નુકસાન બદલ ચૂકવાશે સહાય
મુખ્યપ્રધાને કોરોનાકાળમાં સેવાકીય સંસ્થાઓના કાર્યને બિરદાવ્યું
મુખ્યપ્રધાને SGVP Holistic Hospitalની કોરોનાકાળ દરમિયાન દર્દીઓની સેવા સારવારને બિરદાવી હતી. તેઓએ SGVP સંસ્થાની તૌકતે વાવાઝોડા બાદની રાહત કામગીરી અને અન્ય શૈક્ષણિક સામાજિક કાર્યોને પણ બિરદાવ્યા હતા.
આ પણ વાંચો : ગાંધીનગરમાં આવાસના મકાનોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, EWSના 2,100 મકાનો સામે 3 મહિનામાં માત્ર 1,427 ફોર્મ જ આવ્યા
SGVP ખાતે ઉપસ્થિત મહાનુભાવો
આ પ્રસંગે SGVP સંકુલ ખાતે ઘાટલોડિયા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઇકોર્ટના નિવૃત જસ્ટીસ આર.પી.ઢોલરીયા, સ્ટેડીંગ કમિટી ચેરમેન હિતેષ બારોટ, કાઉન્સિલર જતીન પટેલ, દેવાંગ દાણી, ભરત, કાંતિ પટેલ, પૂર્વ કાઉન્સિલર દિનેશ દેસાઇ, ઉપાધ્યક્ષ બાલકૃષ્ણદાસજી સ્વામી, ઉદ્યોગપતિ કાનજી.કે.પટેલ, પદાધિકારી હર્ષદ પટેલ, મહેશ કસવાલા અને હાસ્યકાર જગદીશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.