ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં હવે સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 547 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3042 (Total active cases )થયા છે પરંતુ વેન્ટિલેટર ઉપર 05 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 3042 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે, આજે 419 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દી નું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નહિતર ભોગવવું પડશે !
કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા -આજે કોરોનાના નવા કેસોમાં અમદાવાદ 222, સુરત કોર્પોરેશન 82,બરોડા કોર્પોરેશન 46,જામનગર કોર્પોરેશન 13,ગાંધીનગર કોર્પોરેશન 16,રાજકોટ કોર્પોરેશન 15,ભાવનગર કોર્પોરેશન 07,વલસાડ 22,મહેસાણા 18,નવસારી 18 ,ભરૂચ 15 ,કચ્છ 15 ,સુરત 11 ,આણંદ 06,ગાંધીનગર 06,અમદાવાદ 05,મોરબી 05,પાટણ 05,રાજકોટ 04,બરોડા 03,બનાસકાંઠા 02,ભાવનગર 02,જામનગર 02,બોટાદ 01,ખેડા 01,પોરબંદર 01 કેસ નોંધાયાં છે.
હોસ્પિટલમાં દર્દીની સંખ્યા ઓછી -રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) જણાવ્યું હતું કે જે રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણવાળો જ છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.
આ પણ વાંચો-Ahmedabad Corona Case : સાવધાન..! AMCએ ત્રીજો બુસ્ટર ડોઝ લેવા કરી અપીલ
આજે 70,872 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણ (Corona vaccination in Gujarat) પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 30 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 70,872 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં (Precision doses) 29,973, 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 8736 બીજા ડોઝમાં 10039 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,14,32,849 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.