ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 98 કેસ, ઓમિક્રોનના 13 કેસ આવતા દહેશત

author img

By

Published : Dec 24, 2021, 9:54 PM IST

ગુજરાતને ફરી એકવાર કોરોના (Corona In Gujarat) ધીમી ગતિએ પોતાની બાનમાં લઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 98 કેસો (corona cases in gujarat) નોંધાયા છે. સાથે જ રાજ્યમાં કોવિડથી 3 લોકોના મોત (corona death in gujarat) પણ થયા છે. ઓમિક્રોનના એક જ દિવસમાં નવા 13 કેસ (omicron cases in gujarat) આવતા ફફડાટ વ્યાપી ગયો છે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના (Corona In Gujarat) ફરી એકવાર બેકાબૂ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 98 નવા કેસ (corona cases in gujarat) નોંધાયા હતા. 69 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 (corona recovery rate in gujarat) ટકાએ પહોંચી ચૂક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 દર્દીઓએ કોરોનાને માત આપી છે. બીજી તરફ રસીકરણના મોરચે (vaccination in gujarat) પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 1,75,539 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાથી આજે 3 મોત

રાજ્યમાં હાલ 694 એક્ટિવ કેસ (corona active cases in gujarat) છે. 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. તો 686 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશન (corona death in ahmedabad)માં 1, જામનગર કોર્પોરેશન (corona death in jamnagar)માં 1 અને પોરબંદરમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 10,111 નાગરિકોનાં મોત થયા છે.

ક્યાં કેટલા નવા કેસો

અમદાવાદ કોર્પોરેશનમાં 32 (corona cases in ahmedabad), સુરત કોર્પોરેશનમાં 18 (corona cases in surat), રાજકોટ કોર્પોરેશન 07, વડોદરા કોર્પોરેશન (corona cases in vadodara)માં 10, કચ્છમાં 6, વલસાડમાં 5, ખેડામાં 3, રાજકોટમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, નવસારીમાં 2, સાંબરકાંઠામાં 2, વડોદરામાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1,ગીર સોમનાથમાં 1,જામનગર કોર્પોરેશનમાં 1,સુરતમાં 1 એમ મળીને કુલ 98 કેસ નોંધાયા છે.

રાજ્યમાં વધી ઓમિક્રોનની દહેશત

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરિયન્ટ (omicron in ahmedabad)ના વધુ 2 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. વિદેશના નાઇજીરિયા અને દુબઇથી આવેલા 2 પુરુષના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેથી તેમના સેમ્પલને જીનોમ સિક્વન્સી માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 9 કેસ થયા છે. તો બીજી તરફ ખેડામાં 3, વડોદરામાં 7 અને આણંદમાં 1 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોના સાથે ઓમિક્રોન વધતા તંત્રની ઊંઘ ઊડી

ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જેના પગલે રાજ્યમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. અમદાવાદ શહેરમાં 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના (corona update gujarat) નવા 33 અને બુધવારે 25 કેસ નોંધાતા તંત્રની ઉંઘ ઊડી છે.

રસીકરણના મોરચે સરકાર લડી લેવાના મૂડમાં

રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3ને પ્રથમ અને 506ને રસીનો બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે. 45 વર્ષ કે તેનાથી વધારેના 5,428 નાગરિકોને રસીનો પ્રથમ અને 41,887 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17,788 નાગરિકોને રસીનો પ્રથમ અને 10,9,927 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,75,539 રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,80,73,273 રસીના ડોઝ અપાઇ ચૂક્યા છે.

આ પણ વાંચો: AMC Vaccination Scheme: આઇફોન જીતનાર કિશને કહ્યું - શરૂઆતમાં ફ્રોડ લાગ્યું, ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો

આ પણ વાંચો: Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.