ગાંધીનગર: રાજ્યમાં કોરોના (Corona in gujarat ) સંક્રમ દિવસેને દિવસે વધી રહ્યું છે, પોઝિટિવ રેટ પણ સતત વધતો રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે કોર કમિટીની હાઈ પાવર કમિટીમાં વધુ 17 નગરોને રાત્રી કર્ફ્યૂ લાગાવ્યો છે. કાયદાની પરિસ્થિતિ અને કર્ફ્યૂ તથા તમામ ગાઈડલાન્સ (gujarat corona guideline)નો સંપૂર્ણ અમલ થાય તેને ધ્યાનમાં લઈને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ રેન્જ આઈજી અને એસપી અધિકારીઓ સાથે વીડિયો કોનફરન્સ યોજીને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જ્યારે કોરોનાની ત્રીજી લહેરમાં અત્યારે 1500 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સંક્રમિત (employees and officers infected) થયા હોવાનું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું.
25,000થી વધુ લોકોને જાહેરમાં થુંકતા દંડાયા
આશિષ ભાટિયાએ પરિષદ સંબોધી રાજ્ય સરકારની કામગીરી અન્વયે એક અઠવાડિયામાં જાહેરનામા ભંગના કુલ 3830 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 3206 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જાહેરમાં માદક પદાર્થ થૂકવા બદલ કુલ 25,745 વ્યક્તિઓ પાસેથી 2.56 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે કર્ફ્યૂ સમયમાં વાહન લઇને ફરતા શખ્સો વિરુદ્ધ પણ કાર્યવાહી કરીને 3142 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.
લગ્ન પ્રસંગમાં પોલીસનુ સરપ્રાઈઝ ચેકીંગ
રાજ્યમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી હોય 150થી વધુ લોકો પણ ભેગા થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા લગ્નમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે સાત દિવસમાં કુલ 3996 લગ્ન પ્રસંગમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગોમાં માસ્ક ન પહેરવા બદલ 42 વ્યક્તિઓ વિરુદ્ધ તથા અન્ય ગાઈડલાઈન બદલ કુલ 11 ગુના નોંધવામાં આવ્યા છે..
35,550 પોલીસ કર્મચારીઓને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પોલીસ કર્મચારીઓના બાબતની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ એક લાખ 57 હજારથી વધુ કર્મચારીઓને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે, 20 જાન્યુઆરી સુધીમાં કુલ 35550 જેટલા પોલીસ કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
વાહ... વૈજ્ઞાનિકોએ મિનિટોમાં કોવિડને શોધી કાઢવાની ટેકનિક વિકસાવી
દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી સ્વાદવમાં મહત્વ ધરાવતા પાકને મોટું નુકસાન થયું