ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ ડેલિગેશને આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને કેન્દ્રીય કૃષિ સુધારા બિલ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસનું ડેલિગેશન રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્રીય કૃષિ બિલથી નાના અને સીમાંત ખેડૂતોને ભારે નુકસાન જશે. જે એપીએમસી બંધ કરવામાં આવી છે તે એપીએમસીમાં નાના ખેડૂતો હવે પોતાની જણસ વેચી શકશે નહીં. આ ઉપરાંત જે મોટા ખેડૂતો છે તેવો પાસેથી વેપારીઓ મોટી સંખ્યામાં માલનો સંગ્રહ કરી શકશે.
કેન્દ્રીય કૃષિ બિલ મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું, રાષ્ટ્રપતિ બિલ રદ કરે તેવી માગ - અમિત ચાવડા
ગાંધીનગર : કેન્દ્ર સરકારે રાજ્ય સભામાં કૃષિ બિલમાં સુધારા કરીને નવો કાયદો પસાર કર્યો છે. જેમાં એપીએમસી એક્ટને લઈને કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજે કોંગ્રેસે સેન્ટ્રલ વિસ્ટા ખાતે વિરોધ નોંધાવ્યાં બાદ આજે સાંજે રાજ્યના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ આ બિલ નામંજૂર કરે તેવી માગ કરવામાં આવી હતી.