ETV Bharat / city

કોમ્પનસેશન સ્કીમ: દુષ્કર્મ અને એસિડ અટેક જેવા વિવિધ ગુનામાં ભોગ બનનારને કેટલું ચૂકવાય છે આર્થિક વળતર? - બાળકીઓ પર દુષ્કર્મ

રાજ્યમાં બાળકીઓ પર દુષ્કર્મ (rape on girl child)ની ઘટનાઓ સામે આવી છે. આ પ્રકારની ઘટના ખરેખર નિંદનીય છે, પરંતુ આ પ્રકારના અન્ય ગુનાખોરીનો ભોગ બનનારને આર્થિક વળતર આપવામાં આવે છે. ખાસ કરીને દુષ્કર્મના કેસોમાં 5થી 10 લાખ ગુજરાત વિકટીમ કોમ્પનસેશન સ્કીમ (victim Compensation Scheme 2019) અંતર્ગત ગુનાખોરીનો ભોગ બનનારને આર્થિક વળતર મળે છે. આ વળતર ગુજરાત સરકારની કોમ્પનસેશન સ્કીમ અંતર્ગત આપવામાં આવી રહ્યું છે.

બાળકી ઉપર દુષ્કર્મની જે ઘટનાઓ બની તે ખરેખર દુઃખદ છે

author img

By

Published : Nov 12, 2021, 5:56 PM IST

  • દુષ્કર્મ પીડિત બાળકીને 4થી 7 લાખની સહાય ચૂકવાશે
  • 2019ની કોમ્પનસેશનની સ્કીમથી ઘણા લોકો અજાણ
  • દુષ્કર્મ, એસિડ અટેક જેવા ગુનાનો ભોગ બનનારને સહાય

ગાંધીનગર : ઘણા એવા લોકો છે કે જેઓ ગુનાખોરીનો ભોગ બની રહ્યા છે. જે લોકો ભોગ બન્યા છે તેમને 2019ની કોમ્પનસેશનની સ્કીમ (victim Compensation Scheme 2019) હેઠળ વળતર ચુકવવામાં આવી રહ્યું છે. જો કોઈ અજાણ હોય (what is victim Compensation Scheme) તો આ સ્કીમ વિશે જાણવું પણ જરૂરી છે. આ સ્કીમ અંતર્ગત નુકશાની પેટે વળતરની રકમ સરકાર તરફથી ચૂકવવામાં આવી રહી છે, જેમાં ભોગ બનનારની 10થી વધુ કોમ્પનસેશન સ્કીમ અંતર્ગત નુકસાનીનું આર્થિક વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.

બાળકી ઉપર દુષ્કર્મની જે ઘટનાઓ બની તે ખરેખર દુઃખદ છે

બાળકી ઉપર દુષ્કર્મની જે ઘટનાઓ બની તે ખરેખર દુઃખદ છે

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ કહ્યું હતું કે, તાજેતરમાં જ જે રીતે ગાંધીનગર સુરત સહિતના વિવિધ શહેરોમાં બાળકી ઉપર દુષ્કર્મ (rape on girl child)ની જે ઘટનાઓ બની છે તે ખરેખર દુઃખદ ઘટના છે. જેમાં પોલીસે પણ તેમની સારી કામગીરી કરી આરોપીને પકડી કોર્ટ સમક્ષ રજૂ કરી દીધા છે, પરંતુ પરિવારને સાંત્વના માટે તેમ જ મદદ મળી રહે તેને લઈને આયોગ દ્વારા કામ કરવામાં આવ્યું છે. આયોગનું કામ મોનિટરિંગ કરવાનું હોય છે. જેથી આયોગે પણ પરિવારને મદદ મળી રહે તેને લઈને કામગીરી કરી છે.

ભોગ બનનારને નુકસાન અને ઇજા

લઘુત્તમ વળતર

મહત્તમ વળતર

એસિડ અટેક ચહેરો કદરૂપો થવો7 લાખ8 લાખ
50 ટકા કરતા વધુ ઇજા થઇ હોય તો5 લાખ8 લાખ
50 ટકા કરતા ઓછી ઇજા થઈ હોય તો3 લાખ5 લાખ
20 ટકા કરતાં વધુ ઇજા થઇ હોય તો3 લાખ4 લાખ

દુષ્કર્મ

4 લાખ7 લાખ
સામુહીક દુષ્કર્મ5 લાખ10 લાખ
માનવ તસ્કરીનો ભોગ બનનારનું પુનર્વસન50 હજાર1 લાખ
અકુદરતી જાતીય સતામણી4 લાખ7 લાખ
જીવન ગુમાવવું મૃત્યુ5 લાખ10 લાખ
હાથ પગ ગુમાવવા કે શરીરનો 80 ટકા ભાગ વિકલાંગ થવો2 લાખ5 લાખ
શરીરનો કોઇ ભાગ ગુમાવવો 40 ટકા અને 80 ટકાથી ઓછો કાયમી વિકલાંગ થવો2 લાખ4 લાખ
શરીરનો કોઇ પણ ભાગ ગુમાવવો 20 ટકાથી ઓછો કાયમી વિકલાંગ થવો1 લાખ2 લાખ
સતામણીને કારણે ગર્ભનો નાશ કે ગર્ભધારણ શક્તિ ગુમાવી2 લાખ3 લાખ
બળાત્કારને લીધે ગર્ભ રહી જાય તેવા કિસ્સામાં3 લાખ4 લાખ
શારીરિક ઇજા કે માનસિક ઈજામાં પુનર્વસનની જરૂર પડે તેવા કિસ્સામાં1 લાખ2 લાખ

આ પણ વાંચો: સુરતની પોક્સો કોર્ટે રચ્યો ઇતિહાસ: 5 દિવસમાં દુષ્કર્મના આરોપીને સંભળાવી સજા

આ પણ વાંચો: સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.