ગાંધીનગરઃ વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ-19 ICU વોર્ડમાં મંગળવારે આગ લાગવાની દુર્ઘટના બની હતી, જે મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની આગેવાની હેઠળ ચાર સભ્યોની કમિટી રચવામાં આવી છે.
ICUમાં અગ્નિ હોનારતને ગંભીરતાથી લઇને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ વિનોદ રાવના દિશા સૂચન પ્રમાણે કમિટી આ મામલે કાર્યવાહી હાથ ધરશે, જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 30ની જોગવાઇઓ પ્રમાણે સમિતિ રચવામાં આવી છે. આ સમિતિને ઘટના સ્થળની મુલાકાત લઇ ખૂબ જ ઝીણવટ ભરી તપાસ કરી વિગતવાર અહેવાલ વહેલામાં વહેલી તકે રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. વડોદરાની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને લઇ તાત્કાલિક કમિટીનું ગઠન કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કમિટીમાં ક્યાં સભ્યો...
- વડોદરા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સુધીર પટેલ, કમીટી ચેરમેન
- GMIERS મેડિકલ કોલેજ ગોત્રીના ડિન વર્ષા ગોડબોલે
- GMIERS મેડિકલ કોલેજના પ્રાધ્યાપક નીતા બોસ
- MGVCL વડોદરાના અધિક્ષક ઈજનેર બી.જે.દેસાઈ