ETV Bharat / city

Command And Control Centerનું નામ બદલાવતા ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર, કહ્યું -"કરવાનું કંઈ નહીં, નામ બદલી દેવાનું"

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (Command And Control Center Gandhinagar)નું નામ બદલવામાં આવતા આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. AAP નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નામ બદલીને પોતાનું નામ થોપી લોકોની આંખોમાં ધૂળ નાંખવાનો ધંધો 27 વર્ષથી ચાલે છે. AAPએ ભાવનગરની સ્કૂલના ફોટો શેર કરીને આકરો પ્રહાર કર્યો છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલવામાં આવતા AAPએ BJP પર કર્યા પ્રહાર

author img

By

Published : Apr 18, 2022, 4:54 PM IST

Updated : Apr 18, 2022, 6:19 PM IST

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (command and control center gandhinagar)નું નામ બદલવામાં આવતા ગુજરાત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat)ના પ્રમુખે ભાજપ પર પ્રહાર કર્યો છે. તો બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કટાક્ષ (Manis Sisodia On Gujarat Education) કરી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે ફોટા પણ ટ્વિટર પર શેર કર્યા છે.

ગુજરાતમાં નામ બદલવાની રાજનીતિ ભાજપને કોઠે પડી ગઈ છે.

કરવાનું કંઈ નહીં, નામ બદલી દેવાનું- ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં કરવાનું કંઈ નહીં અને માત્ર નામ બદલી દેવાનું. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી કરી નાંખવામાં આવ્યું. ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (command and control center gandhinagar)નું નામ બદલી વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરી નાંખવામાં આવ્યું, પરંતુ નામ બદલવાથી ગુજરાતનો વિકાસ નથી થતો. તેનું સર્જન કરવું પડતું હોય છે. શાળાનું નિર્માણ કરવું પડે, કોલેજ, યુનિવર્સિટીઓ બનાવવી પડે, આરોગ્ય ક્ષેત્રે હૉસ્પિટલ બનાવી પડે છે.

27 વર્ષથી આંખોમાં ધૂળ નાંખવાનો ધંધો- તેમને વધુમાં કટાક્ષ કરતા કહ્યું કે, તમે બનાવેલી શાળા, કોલેજ યુનિવર્સિટી હોસ્પિટલના નામ તમે રાખો તો સારું કહેવાય છે, પરંતુ પહેલાની સરકાર અથવા સમાજ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું નામ બદલી તમારું નામ થોપી દેવું લોકોની આંખોમાં ધૂળ નાંખવાનો ધંધો 27 વર્ષોથી તમે કરી રહ્યા છો જેને હવે જનતા ઓળખી ગઈ છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: જાણો શું છે દેશનું પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર જેની PM મોદી કરશે મુલાકાત

મોદી 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે- મનીષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારની શાળાઓમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં તેઓ ગાંધીનગર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે. PM મોદીની મુલાકાત પહેલા તેનું નામ બદલવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) છે. આ અંગે PM મોદીએ ટ્વીટ કરતા જાણકારી આપી હતી કે, તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે.

ભાવનગરની શાળાના ફોટો શેર કર્યા- PM મોદીના આ ટ્વીટને લઈને દિલ્લીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને કટાક્ષ કર્યો છે. તેઓએ ભાવનગરની સરકારી શાળાઓની સ્થિતિના ફોટા શેર કરતા જણાવ્યું કે, વિદ્યા સમીક્ષા સેન્ટરમાં કદાચ આ શાળાઓના ફોટા જોવા નહીં મળે. અહીં બાળકોને બેસવા માટે ડેસ્ક (Desk In Schools In Bhavnagar) જ નથી. શૌચાલય પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. તો બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં નામ બદલવાની રાજનીતિ ભાજપને કોઠે પડી ગઈ છે.

આ પણ વાંચો: PM Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલ્યું, ટ્વિટ કરી આપી માહિતી

શિક્ષણ વ્યવસ્થાને લઇને ટ્વિટર વૉર- ગુજરાતમાં વિધાનસભા 2022 (Gujarat Assembly 2022)ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ગુજરાત પર વધુ ફોકસ રાખી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સરકારને બાનમાં લેવા માટે આમ આદમી પાર્ટી સતત એક પણ મોકો છોડવા માંગતી નથી તેમ લાગી રહ્યું છે. ગુજરાત અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા (Education system of Delhi)ને લઈને સતત ટ્વિટર વૉર હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને નિહાળવા દિલ્હીના શિક્ષણ પ્રધાને ભાવનગરની શાળાઓની મુલાકાત લીધી હતી.

Last Updated : Apr 18, 2022, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.