ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમયે જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના નાગરિકો માટે ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે તેવી જ રીતે હવે રાજ્યના પશુઓ માટે આપવામાં આવશે. ખેડૂતો પશુપાલન ખેડૂત આ બંને સિક્કાની બે બાજુ છે જ્યારે આ સુવિધાથી ખેડૂતો અને પશુપાલકો બન્નેને ફાયદો થશે. એનિમલ એમ્બ્યુલન્સ રાજ્યના ૧૦ ગામો પૈકી એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આવી કુલ અત્યારે ૪૬૦ જેટલા ફરતાં પશુ દવાખાના ambulance તરીકે શરૂ કરવામાં આવ્યાં છે. આ યોજના મારફતે પશુસારવાર સેવાઓ સવારના સાત વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી પશુપાલકોને ગામેગામ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સીએમ વિજય રૂપાણીએ પશુઓના હરતાંફરતાં દવાખાનાનું લોકાર્પણ કર્યું, પ્રતિ 10 ગામ દીઠ 1 એમ્બ્યૂલન્સ - એનિમલ એમ્બ્યૂલન્સ
રાજ્યના નાગરિકો માટે ઇમરજન્સી માટે 108ની સેવા આપવામાં આવી રહી છે, તેવી જ સેવા રાજ્યના પશુઓ માટે આપવામા આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના પ્રતિ 10 ગામદીઠ એક દવાખાનું આપવામાં આવ્યું છે. જેનું સર્વેલન્સ પણ સીએમ ડેસ્ક બોર્ડ પરથી કરવામાં આવશે.