ગાંધીનગર : રાજ્યના દિવસેને દિવસે કોયલાણા પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સના પ્રમાણે લૉક ડાઉન 4માં અનેક વસ્તુ અને સેવા ઉપર રાજ્ય સરકારે છૂટ આપી છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હવે કોરોના વાયરસને વધુ રોકવા માટે સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે હવે તમામ લોકોએ કોરોના વાયરસ તરીકે જ રહેવું પડશે સાથે જ રાજ્યમાં હું પણ કોરોના વોરિયર" અભિયાન સીએમ રૂપાણીએ લોન્ચ કર્યું હતું જે 21થી 27 મે સુધી ચાલશે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું હતું કે લૉક ડાઉનના દિવસોમાં ગુજરાત રાજ્યની જનતાએ ખૂબ સારો સપોર્ટ રાજ્ય સરકારને કર્યો છે તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે તમામ લોકો ઘરમાં રહ્યાં અને સરકારની મદદ કરી છે ત્યારે હવે જ્યારે લોકડાઉન 4માં જે છૂટછાટ આપવામાં આવી છે તેમાં તમામ નાગરિકો હું પણ કોરોનાવાયરસ સમજીને પોતાની સામાજિક જવાબદારી અદા કરવાની વાત પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી.
હું પણ કોરોના વોરિયર્સ તરીકે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સંદેશ આપતા જણાવ્યું હતું કે કોરોના વોરિયર્સ અભિયાન ત્રણ મુદ્દા પર આધારિત હશે.
*અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે: અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર પ્રવૃત્તિઓ થશે*
1) વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીએ,
2) માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું
3) બે ગજનું અંતર જાળવવું, એમ ત્રણ મુદ્દાઓ આવરી લેવાયાં છે.
આ અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે. અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર-ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે.