- મનપા ચૂંટણી પહેલા જોવા મળશે આ નજરાણું
- અત્યાર સુધી ફોટો કે વીડિયો પણ બહાર આવ્યા નથી
- ઈન્દ્રોડા પાર્કમાં 2.5 કરોડમાં ત્રણ એન્કલોઝર પણ તૈયાર કરાયા
ગાંધીનગર: એપ્રિલ મહિનામાં જ સફેદ વાઘની જોડી રાજકોટ અને જૂનાગઢથી ઈન્દ્રોડા પાર્ક (Indroda Park) લવાઈ હતી. 3થી 6 અઠવાડિયા સુધી નર-માદા સફેદ વાઘને ક્વોરન્ટિન કરાયા હતા. કોરોનાની બીજી લહેર આવ્યા બાદ લોકો આ વાઘની જોડીને જોવા માટે ઉત્સુક હતા પરંતુ હજુ સુધી આ નર અને માદા સફેદ વાઘને જોવાનો મોકો મળ્યો નથી. જો કે ચૂંટણી પહેલાં જરૂરથી આ નજરાણું જોવા મળી શકે છે.
આ પણ વાંચો: રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓને માટે પ્રદર્શનમાં રખાશે 4 સફેદ બાળ વાઘ
સફેદ વાઘનું નજરાણું મનપા ચૂંટણી પહેલાં લોકોને જોવા મળી શકે છે
ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લવાયેલા સફેદ વાઘ અને ત્યાં ઊભા કરવામાં આવેલા એન્કલોઝરનું નજરાણું મનપા ચૂંટણી માટે રાખવામાં આવ્યું છે તેવા તર્ક ચાલી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહીં ત્રણ એન્કલોઝર તૈયાર કરાયા છે, જ્યાં પ્રાણીઓને રાખવામાં આવશે. જેનું ટૂંક સમયમાં CM રૂપાણી દ્વારા ઉદઘાટન કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે કોરોનાને કારણે ચૂંટણી થોડા સમય સ્થગિત રહી છે, જેથી ટૂંક સમયમાં આ ઉદ્દઘાટન થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો: ઇન્ટરનેશનલ ટાઇગર ડેઃ મહિસાગરમાં 2 વર્ષ પહેલા આવેલા વાઘને કેવી રીતે ભૂલી શકાય?
ઈન્દ્રોડા પાર્કમાં પહેલીવાર લવાયેલા સફેદ વાઘની જોડીનું નજરાણું
એપ્રિલ મહિનામાં જ ગૌતમ અને ગોદાવરીની જોડી ઈન્દ્રોડા પાર્ક લવાઈ છે. સફેદ વાઘની જોડી રાજકોટ અને જૂનાગઢથી ઈન્દ્રોડા પાર્ક લવાઈ હતી. 3થી 6 અઠવાડિયા બાદ નર-માદા સફેદ વાઘને ક્વોરન્ટિન કરાયા હતા. જે બાદ હજુ પણ આ વાઘને જોવાની પરમિશન અપાઈ નથી. તેના વીડિયો કે ફોટો પણ લેવાની અત્યારે સખ્ત મનાઈ છે. આ સફેદ વાઘની જોડીમાં 2.5 વર્ષનો નર અને 4 વર્ષની માદા વાઘને લાવવામાં આવ્યા છે, વન વિભાગ દ્વારા સિંહ અને દીપડા બાદ હવે લોકોને સફેદ વાઘ પણ ઈન્દ્રોડા પાર્ક ખાતે જોવા મળે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.