ગાંધીનગર :સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના થી વધુ પ્રભાવિત જિલ્લાઓ અને મહાનગરોના પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સ સંવાદના શરૂ કરેલા ઉપક્રમમાં આજે તેમણે મુખ્યપ્રધાન નિવાસ સ્થાનેથી ભાવનગર અને રાજકોટના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી સ્થાનિક સ્તરેથી આ જન પ્રતિનિધિઓના ફીડ બેક મેળવ્યાં હતાં અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રૂપાણીએ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યાં છે ત્યારે ત્યાં પણ સોસીયલ ડિસ્ટન્સ નોર્મસ જળવાય એટલું જ નહીં કામદારો શ્રમિકો માટે કામકાજના સ્થળે એટલે કે ઉદ્યોગ એકમમાં જ રહેવાજમવા વગેરેની વ્યવસ્થા રહે તેવી જે સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે તેનું પાલન થાય તે જોવા જનપ્રતિનિધિઓને તાકીદ કરી હતી.
![CM રૂપાણીએ રાજકોટ-ભાવનગરના MP-MLA સાથે વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6867342_cm_vc_7204846.jpg)
આ લોક પ્રતિનિધિઓ એ રાજ્ય સરકાર ના આરોગ્ય અને પોલીસ સહિતના વિભાગોની કામગીરીની તેમજ રાજ્ય સરકારે ગરીબો મઘ્યમ વર્ગીય પરિવારો માટે કરેલા મફત અનાજ વિતરણ આયોજન વગેરેની પ્રસંશા પણ કરી હતી.