- રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાવનગરની મુલાકાતે
- ભાવનગરને મળશે કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
- 292 પરિવારને આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લાઓમાં અને શહેરમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે મંગળવારે 20 જુલાઈના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાવનગર શહેરમાં 70 કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે.
ભાવનગરને મળશે કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીયુટ
આવતીકાલે મંગળવારના રોજ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ભાવનગરમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત ભાવનગર કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સર ટી હોસ્પિટલમાં આવશે.
ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે
કેન્સર જેવા જટીલ રોગની સારવાર માટે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના લોકોને અમદાવાદ સુધી સારવાર માટે આવવું ન પડે તે માટે ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે. જેનું લોકાર્પણ આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને આરોગ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ કેન્સર કેર યુનિટ કુલ 32.11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો: CM Vijay Rupani: રાજકોટને નર્મદાનું પાણી આપવાનો મુખ્યપ્રધાને કર્યો આદેશ
આવાસ યોજનાનો ગૃહપ્રવેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ભાવનગર ખાતે 292 પરિવારજનોને આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે 18.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પ્રતીકરૂપે કેટલાક લાભાર્થીઓને આવાસની ચાવી પણ આપવામાં આવશે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Rupani)પત્ની અંજલી રૂપાણી સાથે ભગવાન જગન્નાથની આરતી ઉતારી
અમૃત યોજનાનું પણ લોકાર્પણ
ભાવનગર મા નારી ખાતે અમૃત યોજના અન્વયે 5.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા 5 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બે કરોડના ખર્ચે બ્યુટીફીકેશન નિર્માણ થયેલા નારી ગામ ના તળાવ નું અને દુઃખી શ્યામ બાપા સર્કલ થી અધેવાડા ભાવનગર મહાનગરપાલિકા ની હદ સુધી 10.99 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા C.C રોડનું પણ લોકાર્પણ કરવામાં આવશે.