- સ્વર્ણિમ સંકુલ 1માં પ્રવેશ મેળવવા માટે ધારાસભ્યોની માથાકૂટ
- સિક્યુરિટી જવાને રોકતાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગેટ પર જ ધરણા યોજ્યાં
- અંતે બબાલ બાદ બધું થાળે પડ્યું
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ સામે આવ્યાં છે ત્યારથી જ સચિવાલય જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને સ્વર્ણિમ સંકુલ 1માં પ્રવેશ મેળવતા તમામ લોકોની એન્ટ્રી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મંગળવારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળવા માટે આવ્યાં હતાં ત્યાં સ્વર્ણિમ સંકુલ-1ના દરવાજા પાસે ફરજ બજાવી રહેલ સિક્યુરિટી ગાર્ડે ધારાસભ્યોને એન્ટ્રી કરવાની સૂચના આપતાં સમગ્ર મામલો બીચકયો હતો અને ધારાસભ્યોએ સંકુલ-1 ના ગેટ પર જ નીચે બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
ગેટ પર સાયકીક જવાન ફરજ બજાવે છે : કિરીટ પટેલ
આ બધા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે જ્યારે અમે ત્રણ જણા સંકુલ 1માં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળવા જઈ રહ્યાં હતાં. ત્યારે ધારાસભ્યોને એન્ટ્રી કરવાની વાત કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે લલિત કગથરા અને લલિત વસોયાએ ધારાસભ્ય એન્ટ્રી ન કરી શકે તેવી વાત ઉચ્ચારતા શાબ્દિક પ્રહારો થયા હતાં. જ્યારે આ સમગ્ર મામલે સલામતી શાખાના અધિકારી સમક્ષ વાત પહોંચતા ગેટ પર ફરજ બજાવનાર જવાન સાયકીક હોવાની વાત પાટણના ધારાસભ્યને અધિકારીએ કરી હોવાનું નિવેદન કિરીટ પટેલે આપ્યુ હતું.
અધિકારીએ જવાનની બદલી કરી દેવાની આપી સાંત્વના
મહત્વની વાત કરવામાં આવે તો ફરજ બજાવી રહેલા જવાન સ્વર્ણિમ સંકુલ-1 ગેટ પાસેના જવાન હોવાની વાત અધિકારીએ પાટણના ધારાસભ્ય સમક્ષ કરી હતી ત્યારે મામલો વધારે બિચકયો હતો અને મામલો થાળે પાડવા માટે સલામતી શાખાના અધિકારીએ જવાનની બદલી કરી દેવાની વાત ધારાસભ્યોને કરતાં સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ બાબા રામદેવના વિરોધમાં DP બ્લેક રાખશે ડોક્ટર્સ, 1 જૂને કાળી પટ્ટી બાંધીને કરશે કામ
અધિકારીઓને સૂચના આપવામાં આવશે : ચૂડાસમા
સમગ્ર ઘટના બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સ્વર્ણિમ સંકુલ-1 પોતાના નિવાસસ્થાન તરફ જઈ રહ્યાં હતાં ત્યારે ગેટ પર પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર ઘટના અંગે તેઓને પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયાં છે. જ્યારે હવે કોઇપણ ધારાસભ્ય સાથે આવી કોઇપણ પ્રકારની ઘટના ન બને તે માટે અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવામાં આવશે.
આ પણ વાંચોઃ હિન્દુ પરિવારોએ અલીગઢમાં સ્થળાંતરની જાહેરાત કરી, BJP નેતા મળ્યા પીડિત પરિવારોને