ETV Bharat / city

4 લાખ ડસ્ટબિનની માંગણી સામે શહેર વસાહત મહાસંઘે મહોલ્લા મીટીંગનો કર્યો પ્રારંભ

કોર્પોરેશનની ચૂંટણી પહેલા કચરો ઉઠાવવા મામલે વિવાદ વકર્યો છે. ગાંધીનગરમાં સુકો અને ભીનો કચરો ઉઠાવવા માટે કોર્પોરેશન અને શહેર વસાહત મહાસંઘ આમને સામને આવી ગયું છે, ત્યારે શહેર વસાહત મહાસંઘે કોર્પોરેશન વિસ્તાર માટે 2 લાખ ઘરોમાં ડસ્ટબિનની માંગણી કરી છે, પરંતુ આ માંગણી હજુ સુધી સંતોષાઈ નથી. જે હેતુથી મહાસંઘે આજથી વિવિધ સેક્ટરોમાં મહોલ્લા મીટીંગનો પ્રારંભ કર્યો છે અને આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ચૂંટણી પણ રદ્દ કરવા માંગણી કરી હતી.

શહેર વસાહત મહાસંઘે મહોલ્લા મીટીંગનો કર્યો પ્રારંભ

author img

By

Published : Sep 5, 2021, 6:39 PM IST

  • સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન આવતા વીકમાં કરીશું : મહાસંઘ
  • સેક્ટર-3 થી મહોલ્લા મીટીંગની શરૂઆત કરાઇ
  • કોર્પોરેશનની ચૂંટણી પહેલા કચરો ઉઠાવવા મામલે વિવાદ વકર્યો

ગાંધીનગર : સુકો અને ભીનો કચરો ઉઠાવવામાં મામલે કોર્પોરેશન ડસ્ટબિન ના આપવાની પોતાની જીદ પર અડી ગયું છે. તેમનું કહેવું છે કે, સૂકો અને ભીનો કચરો અલગ નહીં કરવામાં આવે ત્યાં સુધી કચરો ઉઠાવવામાં નહીં આવે, પરંતુ મહાસંઘની માંગણી છે કે, અલગ-અલગ ડસ્ટબિન અપાશે તો જ સુકો અને ભીનો કચરો ગાંધીનગરમાં લોકો અલગ કરશે.

લોકોને પોતાના હક માટે જાગૃત કરવા મિટીંગ શરૂ કરાઇ

મનપા વિસ્તારમાં અંદાજિત બે લાખ ઘરો છે, જેથી 4 લાખ ડસ્ટબિન આપવામાં નથી આવ્યા. તે હેતુસર મહાસંઘ દ્વારા મહોલ્લા મિટિંગ શરૂ કરવામાં આવી છે. કેમ કે, 140 ટનની જગ્યાએ 50 ટન આસપાસનો કચરો ઉઠાવવામાં આવી રહ્યો છે. જેથી લોકોને પોતાના હક માટે જાગૃત કરવા મિટીંગ શરૂ કરાઇ છે.

10 સપ્ટેમ્બર સુધી વિવિધ સેક્ટરોમાં મહોલ્લા મીટીંગ ચાલું રહેશે

શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ કહ્યું કે, "અમે સરકારને આવેદનપત્ર આ મામલે આપ્યું છે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી હજુ અમે બે દિવસ તેમના આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ એ પહેલા અમે ગાંધીનગરમાં રહેતા તમામ સેક્ટરના લોકો સુધી પહોંચી આ બાબતે અભ્યાસ કરીશું. જ્યાં સુધી ડસ્ટબિન આપવામાં નહીં આવે ત્યાં સુધી કોર્પોરેશનની આ વાતને પણ માનવામાં નહીં આવે. જેથી 10 સપ્ટેમ્બર સુધી વિવિધ સેક્ટરોમાં મહોલ્લા મીટીંગ ચાલું રહેશે. આજે અમે સેક્ટર-3 થી મહોલ્લા મીટીંગની શરૂઆત કરી છે."

સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવામાં આવશે

તેમને વધુમાં જણાવ્યું કે, "અમારી આ માંગ શહેરીજનોને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન દ્વારા તેનો અલગથી ખર્ચ આપવામાં આવી રહ્યો નથી. જે હેતુથી અમે જિલ્લા કલેક્ટર, સરકારને પણ આવેદનપત્ર આપ્યું છે, પરંતુ કોર્પોરેશનનો આ નિર્ણય જો બદલવામાં નહીં આવે તો અમે આવતા વીકમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરીશું અને કોર્પોરેશનના આ નિર્ણયનો વિરોધ કરીશું. અમારી સાથે શહેર વસાહતમાં સંઘના તમામ લોકો તેમજ અન્ય શહેરીજનો પણ જોડાશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.