ETV Bharat / city

રાજ્ય સરકાર કોરોનાની 3જી લહેર માટે સજ્જ, મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહી કરાય - કોવિડ હોસ્પિટલ શરૂ

કોરોનાની સંભવિત 3જી લહેરને લઇને રાજ્ય સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈને તેમાં સુવિધા તેમજ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે, કોરોના કેસમાં ઘટાડો નોંધાતા આ હોસ્પિટલ હાલ શરૂ કરવામાં આવશે નહી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલની મુલાકાત

author img

By

Published : May 29, 2021, 5:41 PM IST

  • ગાંધીનગરમાં DRDO દ્વારા કોવિડ હોસ્પિટલ તૈયાર
  • મહાત્મા મંદિરે 900 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ
  • કેસ ઘટવાથી કોવિડ હોસ્પિટલ શરૂ નહી કરવામાં આવે

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. આથી, દર્દીઓ વધુ અને બેડની સંખ્યા ઓછી હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. ત્યારે, અમદાવાદમાં DRDO દ્વારા હોસ્પિટલની શરૂઆત કર્યા બાદ હવે ગાંધીનગરમાં મહાત્મા મંદિરની અંદર DRDO દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં, આજે શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જાહેરાત કરી હતી કે હોસ્પિટલ અત્યારે શરૂ થશે નહીં.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલની મુલાકાત

આ પણ વાંચો: DRDO અને સરકારના સહયોગથી બનનારી મહાત્માં મંદિરની હોસ્પિટલ હશે સૌથી વિશેષ

કેસ ઘટતા હોસ્પિટલ હવે કાર્યરત નહિ થાય

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શનિવારે મહાત્મા મંદિર ખાતે તૈયાર થયેલી કોવિડ 19 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, પત્રકાર પરિષદને સંબોધતા રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એપ્રિલ અને મે મહિનામાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે હવે છેલ્લા કેટલાય દિવસથી કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે, ગાંધીનગર સિવિલમાં પણ 500 બેડમાં અત્યારે ફક્ત 90 જેટલા જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આમ, કેસમાં પણ ઘટાડો થયો છે. ત્યારે, આ હોસ્પિટલ હવે કાર્યરત થશે નહીં. પરંતુ, જ્યારે કેસમાં વધારો થશે ત્યારે આ હોસ્પિટલ 24 કલાકની અંદર જ કાર્યરત કરી દેવામાં આવશે.

ઓક્સિજનની સુવિધા સાથેની બેડ વ્યવસ્થા

મહાત્મા મંદિર ખાતે બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં 200 જેટલા બેડ ઓક્સિજન સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યા છે. આમ કુલ 3 જનરલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે મહાત્મા મંદિરની બહારના ભાગે સ્પેશિયલ ઓક્સિજન ટેન્ક પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેથી ઓક્સિજનની કમી સર્જાય નહીં.

આ પણ વાંચો: મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ જુદા-જુદા ફેઝમાં તૈયાર થશે, દર્દીની ડેડ બોડી લઇ જવા ગેટ બનાવાયો

3જા વેવની સરકારે કરી તૈયારી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી સતત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક અને ચર્ચા કરીને 3જા વેવની પણ રાજ્ય સરકારે તૈયારી સંપૂર્ણ કરી દીધી છે. આ ઉપરાંત, તમામ હોસ્પિટલમાં બેડની પૂરતી સંખ્યા, ઇન્જેકશનનો પૂરતો જથ્થો અને ઓક્સિજનની કમી સર્જાય નહીં તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે તૈયારીઓ કરી હોવાનું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.