ETV Bharat / city

Mukhyamantri Kisan Sahay Yojana 2021 માટે મુખ્યપ્રધાન રૂપાણીએ આપી મંજૂરી, જાણો ખેડૂતોને શું થશે લાભ? - MKSY 2021

ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત તમામ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.

Chief Minister Rupani
Chief Minister Rupani
author img

By

Published : Jun 10, 2021, 10:21 PM IST

  • રાજ્યના 53 લાખ ખેડૂતોને Mukhyamantri Kisan Sahay Yojana 2021નો લાભ મળશે
  • પ્રિમીયમ ભર્યા વગર રાજ્યના ધરતીપુત્રોને મળશે લાભ
  • અનાવૃષ્ટિ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, માવઠું જેવા જોખમોને આવરી લેવાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો રાજ્યના અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. આ સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
( Mukhyamantri Kisan Sahay Yojana 2021 ) માટે ખેડૂતે કોઇ જ પ્રિમીયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં. અનાવૃષ્ટિ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, માવઠું જેવા જોખમથી થતાં પાક નુકસાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Mukhyamantri Kisan Sahay Yojana 2021)માં આવરી લેવામાં આવ્યા છે. આ યોજનાને મુખ્યપ્રધાન રૂપાણી ( Chief Minister Rupani )એ મંજૂરી આપી છે.

4 હેક્ટરની મર્યાદામાં પાક નુકસાન ગણાશે

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ( Mukhyamantri Kisan Sahay Yojana 2021 )ના સહાય ધોરણમાં ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી 33થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ સાથે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ ઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર પર જઇને પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે. ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે.

સહાયની રકમ લાભાર્થીઓના બેન્ક અકાઉન્ટમાં DBT દ્વારા ચૂકવાશે

Mukhyamantri Kisan Sahay Yojana 2021માં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેન્ક અકાઉન્ટમાં DBT દ્વારા ચૂકવવામાં આવશે. Mukhyamantri Kisan Sahay Yojana 2021ના સુચારુરૂપ અમલીકરણ તેમજ ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા આપવામાં આવી છે. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને SDRF યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.