- રુપાણી સરકારના 5 વર્ષઃ 5 ઓગસ્ટના રોજ કિસાન સન્માન દિનની ઉજવણી થશે
- "કિસાન સૂર્યોદય યોજના" થકી ખેડૂતોના રાતના ઉજાગરા દૂર કરી દિવસે વીજળી આપી જંગલી જાનવરો સામે રક્ષણ આપ્યું
- "કિસાન સન્માન નીધિ યોજના" હેઠળ ગુજરાતના 59 લાખ કિસાનોના ખાતામાં રૂ.7951 કરોડ જમા
ગાંધીનગર: રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણી બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani ) તેમજ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ તા.5 મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ ( Kisan Sanman Day ) નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે 121 સબ સ્ટેશન તેમજ 561 ફીડર દ્વારા 1400 ગામોના આશરે 1,18,000 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે.
'કિસાન સુખી તો આપણે સુખી'નું સૂત્ર
રાજયના સર્વાંગી વિકાસમાં કિસાનોનો સિંહફાળો રહ્યો છે અને એટલે જ ‘કિસાન સુખી તો જ આપણે સૌ સુખી’ના દ્રઢ નિર્ધાર સાથે સરકાર કામ કરી રહી છે. ‘સૌના સાથ સૌના વિકાસ’ મંત્રને ચરિતાર્થ કરીને આપણી સરકારે અનેકવિધ જનહિતલક્ષી યોજનાઓ છે. આ પાચ વર્ષના સુશાસનના કાર્યક્રમોમા પણ કિસાનોને સહભાગી બનાવીને કિસાન સન્માનનો અપ્રતિમ પ્રયાસ રાજય સરકાર કરી રહી છે.
ક્યા મુદ્દે થશે ઉજવણી
ગુજરાતને ‘ઉત્તમથી સર્વોત્તમ’ ભણી લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે. જેમાં ખેડૂતોને પણ ખાસ પ્રાધાન્ય આપવામા આવી રહ્યું છે. રાજય સરકારે કિસાનો માટે સૂક્ષ્મ સિંચાઈ સહાય, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સહાય, કૃષિ કીટ સહાય, પાક વેચાણ માટે છાંયડો સહાય, પાક સંગ્રહ યોજના, સ્માર્ટ હેન્ડ ટુલકીટ અને પરિવહન સહાય જેવા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અમલી બનાવીને કિસાનોની પડખે અડિખમ ઊભી રહી છે. રાજય સરકારે કિસાન સૂર્યોદય યોજના ( Kisan Sanman Day ) થકી ખેડૂતોના રાતના ઉજાગરા દૂર કર્યા છે અને જંગલી પશુઓ જીવજંતુઓ કરડવાના ત્રાસ સામે રક્ષણ આપ્યુ છે. આ યોજના હેઠળ 4000 ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી આપવાની દાયકાઓ જૂની માગણી આપણી સરકારે પૂર્ણ કરી છે. રાજયમા અત્યાર સુધી 3,38,000 જેટલાં ખેડૂતોને આ યોજનાનો લાભ આપી દિવસે વીજળી પૂરી પાડી છે. આગામી સમયમા તમામ ગામડાઓને આવરી લેવાનું આયોજન છે અને એ માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યૂ છે.
કિસાનોને આર્થિક સહાય
ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે રાજય સરકાર આગળ વધી રહી છે. વર્ષ 2018-19 29 હજાર કરોડ વર્ષ 2019-20માં રૂ. 37 હજાર કરોડ અને વર્ષ 2020-21 33 હજાર કરોડ ઉપરાંતની અલગ અલગ યોજના અન્વયે કિસાનોને આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ 2019માં અતિવૃષ્ટિ વખતે રૂ. 3795 કરોડ અને વર્ષ 2020 માં રૂ. 3700 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ ગુજરાત સરકારે કિસાનોને આપ્યું છે. કિસાનો માટે કિસાન સન્માન નિધિ યોજના ( Kisan Sanman Day ) કાર્યાન્વિત કરી છે જે અંતર્ગત ખેડૂત પરિવારને વાર્ષિક રૂપિયા 6000 ની સહાય ખેડૂત ખાતેદારોના ખાતામાં ડી.બી.ટી. દ્વારા જમા કરાવવામા આવે છે જેમાં ગુજરાતના 59 લાખ કિસાનોના ખાતામાં રૂ.7951 કરોડ જમા થયા છે.અને 21 લાખ ખેડૂતોની 27 લાખ હેકટર જમીન માટે રૂપિયા 5500 કરોડની પ્રિમિયમ સબસિડી ચૂકવી છે.
આ પણ વાંચોઃ "પાંચ વર્ષ નારી ગૌરવના'' : મુખ્યપ્રધાન દ્વારા મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ
નર્મદાના પાણી, સૌની યોજના
નર્મદાના વહી જતાં પાણીને કિસાનોને ઉપયોગી થાય એ માટે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો માટે ‘સૌની’ યોજના અમલી બનાવી છે. જે હેઠળ પહેલા તબક્કામાં 1 લાખ 66 હજાર, બીજા તબક્કામાં 3 લાખ 77 હજાર, ત્રીજા તબક્કામાં 2 લાખ 43 હજાર એકર વિસ્તારમાં રાજ્ય સરકારે સિંચાઈ વ્યવસ્થા પૂરી પાડી છે. સુજલામ સુફલામ જળસંચય અભિયાન દ્વારા જનભાગીદારીથી 61,781 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ હેક્ટર હતો, જે વર્ષ 2020 માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં પિયત સુવિધાઓ માટે થયેલ પ્રયત્નોને કારણે કૃષિ ક્ષેત્રે વધુ ને વધુ વિસ્તાર એક થી વધુ વખત વાવેતર હેઠળ આવતો થયો છે.
ખેડૂતો માટે વીજળીની સુવિધાઓ
વીજળી માટે વીજ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ હોવી અનિવાર્ય છે જે ગુજરાતમાં છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવી પડતી નથી. અગાઉ માત્ર 1,50,000 પ્રતિ વર્ષ નવા કૃષિ વીજ જોડાણ આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17 વર્ષની સરેરાશ કરીએ તો સરેરાશ એક લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. ખેડૂતોના વીજ બિલમાં રાહત માટે રાજય સરકાર દર વર્ષે અંદાજે રૂા.7385 કરોડ વીજ સબસીડી તરીકે રાજયના 18 લાખ ખેડૂતોને લાભ ( Kisan Sanman Day ) આપવામાં આવ્યો છે.
સાત પગલાં ખેડૂત ક્લ્યાણના
ખેડુતોના પડખે અડીખમ ઉભા રસીને વર્ષ 2020-21 માં “સાત પગલાં ખેડૂત ક્લ્યાણના” અંતર્ગત વાવણીથી વેચાણ સુધીની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર બનાવવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ યોજનાઓના ખૂબ સારા પરિણામો અને પ્રતિસાદ સાંપડયા છે. ખેડૂતોની પડખે રહેવાની નેમ સાથે સાત પગલાં ખેડૂત કલ્યાણના ( Kisan Sanman Day ) અભિયાન અંતર્ગતની યોજનાઓ બહોળા ખેડૂત સમુદાયને વધુ ને વધુ લાભ પહોંચે એ માટે ચાલુ રાખવામાં આવી છે. સૂક્ષ્મ સિચાઈ માટે 10000 ઘનમીટરના ભૂગર્ભ પાણીના પાકા ટાંકા માટે રૂ.10 લાખની સહાય, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે 1.05 લાખ ખેડૂતોને રૂ.57 કરોડની નિભાવ ખર્ચ સહાય, પ્રાકૃતિક કૃષિ કીટ સહાય હેઠળ 12,400 ખેડૂતોને લાભ આપ્યો છે.રાજયના 56697 ખેડૂતોને છત્રી યોજના અન્વયે છત્રી વિતરણ, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ ખેતરમા એક લાખ નાના ગોડાઉન માટે રૂ.30 હજારની સહાય આપીને 12,571 ખેડૂતોને આવરી લઈ રૂ.૨૯.૨૧ કરોડની સહાય ચૂકવી છે.આ ઉપરાંત સીમાંત ખેડૂતો અને ખેતમજૂરો માટે સ્માર્ટ હેન્ડસ ટુલ કીટની 90 ટકા સહાય તથા કિસાન પરિવહન યોજના અંતર્ગત 1 લાખ ઉપરાત ખેડૂતોને રૂ 66 કરોડની મીડિયમ સાઈઝ ગુડઝ કેરેજ માટે વાહન સહાય ચૂકવાઈ છે.
આ પણ વાંચોઃ આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે