ગાંધીનગર : ગુજરાતી વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Elections) નવેમ્બર ડિસેમ્બરના સમયમાં યોજાવવા જઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બાકી રહેલા પ્રોજેક્ટને પણ હવે પૂર્ણતા આપવામાં આવી રહી છે. તો બીજી તરફ અન્ય કેટલીક મંજૂરી પણ આપવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં નેશનલ હાઈવે અંતર્ગત કુલ 3760 કરોડના કામનોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદના નારોલ જંકશનથી વિશાલા જંકશન સુધીના પાંચ કિલોમીટરના રસ્તાને છ માર્ગીય બનાવી એલિવેટેડ કોરિડોર (Six Way Elevated Corridor) બનાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. જ્યારે સરખેજ ગાંધીનગર હાઇવે પર ઇસ્કોનથી સાણંદ ફ્લાયઓવર ચાર કિલોમીટરની લંબાઇનો 3 એલિવેટેડ સરોવરનું નિર્માણ કરવામાં આવશે.
અમદાવાદને થશે ફાયદો - કેન્દ્ર સરકારની જાહેરાતમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ (Cabinet Minister Purnesh Modi) જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગુજરાતમાં 3760 કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો, 350 કરોડના ખર્ચે નારોલ જંકશનથી ઉજાલા જંકશન સુધીના 12 કિલોમીટરના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. અત્યારે વિશાલા જંકશનથી ઉજાલા જંકશનથી વચ્ચેના પાંચ કિમીના રસ્તાને છ માર્ગીય બનાવી એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. આ ઉપરાંત ઇસ્કોનથી સાણંદ લાઈવ ઓવર બનાવીને 4 કિલોમીટરમાં ત્રણ એલિવેટેડ ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો : Minister Purnesh Modi : વાહનો માટે આ બાબતો કાયદાથી વિરુદ્ધ છે, સરકાર પગલાં લેશે
કેન્દ્ર સરકારે વર્ષ 2022-23નો પ્લાન મંજૂર કર્યો - મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામ માટે વર્ષ 2022-23માં 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર (National Highway Approval) કરવામાં આવ્યો છે. જેમાં 2511.10 કલકત્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામ તેમજ 1249.54 કરોડના ફ્રી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના કામો હાથ ધરવામાં આવશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ રેલવે ફાટક ઉપર ROBનું નિર્માણ કરવામાં આવશે. જેના થકી ફાટક મુક્ત (Construction Roads in Gujarat) ગુજરાતનું નિર્માણ થશે.
આ પણ વાંચો : કેવડિયા સત્તામંડળ સામે રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરી લાલ આંખ
અન્ય ક્યાં રાસ્તઓ થશે તૈયાર - મળતી માહીતી મુજબ 451 કરોડના ખર્ચે બાબરા અમરેલીના 50 કિલોમીટરનો રસ્તો 10 મીટર પહોળો કરવામાં આવશે. જેમાં અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવલા બ્રિજનું નિર્માણ કરાશે. 450 કરોડના ખર્ચે ભિલોડા (Construction National Highway) શામળાજી નેશનલ હાઈવે 168-Gનો નવો 10 મીટર પહોળો રસ્તો કરવામાં આવશે. જેના પર નવા પૂલ તથા ચિલોડા બાયપાસનું નિર્માણ કરાશે. તે જ રીતે આહવા સાપુતારા નેશનલ હાઈવે માર્ગને પણ 10 મીટર પહોળો કરવામાં આવશે. 250 કરોડના ખર્ચે જામનગર કાલાવાડ નેશનલ હાઇવેને ફોલ્ડર તૈયાર કરવામાં આવશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની મંજૂરીની પ્રક્રિયા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.