ETV Bharat / city

Cabinet Meeting Gujarat Government: હેડ ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ અને વાયબ્રન્ટ ગુજરાત સહિતના મુદ્દે થશે ચર્ચા - ગુજરાતમાં કોરોના કેસ

મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Cabinet Meeting Gujarat Government)નું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Exam 2021), આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી, વાયબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Global Summit), રાજ્યમાં વધી રહેલા કોરોના (corona in gujarat) વગેરે મુદ્દે ચર્ચા થઈ શકે છે.

Cabinet Meeting Gujarat Government: હેડ ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ અને વાયબ્રન્ટ ગુજરાત સહિતના મુદ્દે થશે ચર્ચા

author img

By

Published : Dec 22, 2021, 6:30 AM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Cabinet Meeting Gujarat Government)નું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો હવે ગુજરાત વાયબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Global Summit)ને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં આયોજનને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે, ત્યારે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે થશે ચર્ચા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બર રવિવારના રોજ જાહેર પરીક્ષા (GSSSB Head Clerk Exam)નું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા યોજાય તેના 2 દિવસ પહેલાં જ પેપર (GSSSB Head Clerk Exam 2021) સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના આક્ષેપ વિદ્યાર્થી આગેવાન અને આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતા. હાલમાં સમગ્ર ગુજરાતમાં હેડ કલાર્કની પરીક્ષા ચર્ચામાં છે અને રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષાને લઇને થશે ચર્ચા

માર્ચ મહિનામાં નવી પરીક્ષા લેવામાં આવશે અને તમામ વિભાગો સાથે ચર્ચા કરીને એકદમ ખાનગી રાહે સમગ્ર પ્લાન તૈયાર કરવામાં આવશે. રાજ્યના ગૃહપ્રધાન આજની કેબિનેટ બેઠકમાં માર્ચ મહિનામાં કઈ રીતે પરીક્ષા યોજવી, કયા વિભાગમાં ખાસ જવાબદારી આપવી તે બાબતે પણ ખાસ ચર્ચા કરશે. આ ઉપરાંત અત્યાર સુધીમાં પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી તે બાબતની જાણ મુખ્યપ્રધાનને કરવામાં આવશે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ઓમિક્રોન વકરે નહીં તે માટેનું આયોજન

જાન્યુઆરી મહિનાની 10, 11 અને 12 તારીખના રોજ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ રાજ્યમાં કોરોનાના કેસો (corona cases in gujarat)માં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસો (omicron cases in gujarat) પણ સામે આવ્યા છે, ત્યારે વાયબ્રન્ટ સમિટ દરમિયાન ઓમિક્રોન વાયરસ (omicron in gujarat)નો વધુ પગપેસારો ન થાય તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવશે.

કોરોના મૃતકોના પરિવારને સહાય ચૂકવવા બાબતે

સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર રાજ્ય સરકાર દ્વારા કોરોના મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવામાં આવી રહી છે, ત્યારે અનેક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હજુ પણ સહાય માટેના ફોર્મ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. લોકોને ઝડપથી સહાય પ્રાપ્ત થાય તે બાબતે પણ આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: SSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

આ પણ વાંચો: Yuvrajsinh Jadeja On Exam Cancle: ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકાર્યો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.