- DYCM નીતિન પટેલ પહોંચ્યા બજેટ બેગ લઈને વિધાનસભા
- કાળા બેગમાં ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ
- ઉચ્ચ અધિકારીઓએ DYCM નીતિન પટેલનું સ્વાગત કર્યું
ગાંધીનગર: રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે આજે બુધવારે વિધાનસભા સંકુલમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કાળી બેગ લઈને પ્રવેશ કર્યો હતો. દરમિયાન, નાણાંવિભાગના ઉચ્ચ અધિકારીઓએ નાણાપ્રધાન નીતિન પટેલનો ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાથે જ રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મારી સરકાર અને માનવ બજેટ જેવો અનુભવ થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે.
તમામ પાસાઓને ધ્યાનમાં લઈને બજેટ તૈયાર કરાયું
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન કર્યું અને અનલોક જેવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારની આવકમાં ઘણો ઘટાડો આવ્યો હતો. જ્યારે, એક સમયે આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી અને જેમ જેમ અનલોક કરવામાં આવ્યું તેમ તેમ રાજ્ય સરકારની આવક થતી ગઈ હતી. આમ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને આવનારૂ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે, ગુજરાત રાજ્યના સામાન્ય નાગરીકોને આ મારી સરકાર અને મારુ બજેટ અનુભવ થાય તેવી રીતનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.
રાજ્યની વિકાસ યાત્રા આગળ વધશે
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થશે જે રાજ્યને વિકાસયાત્રાને આગળ વધારવામાં આવશે. નવા બજેટ વિકાસયાત્રા આગળ વધશે ત્યારે સરકાર મારા માટે છે તેવા ભાવ સાથે બજેટ તૈયાર કરાયા હોવાનું નિવેદન પણ રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે આપ્યું હતું. આમાં રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ 11 કલાકની આસપાસ પેપર લેસ બજેટ રજૂ કરશે જે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે.