ગાંધીનગર: આજ રોજ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સન ગુજરાતની મુલાકાતે (Boris Johnson Gujarat Visit) છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા રોડ શો કરીને મહાત્મા ગાંધી આશ્રમ (Sabarmati Ashram Ahmedabad) પહોંચ્યા હતા. અહીં તેમણે ચરખો પણ કાંત્યો હતો અને ત્યારબાદ તેઓ અન્ય 2 કાર્યક્રમમાં હાજર રહીને બપોરે 4 વાગ્યાની આસપાસ ગાંધીનગરના અક્ષરધામ મંદિર (akshardham mandir gandhinagar) પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
બાળકો દ્વારા કરાયું સ્વાગત- UKના વડાપ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPS (baps swaminarayan organization)ના બ્રહ્મવિહારી સ્વામી ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતોનું અભિવાદન કર્યું હતું. અક્ષરધામ સંકુલના વિવિધ પરિષદની પણ તેમણે મુલાકાત લીધી હતી. અક્ષરધામ મંદિરના અનુયાયીઓના બાળકો દ્વારા અક્ષરધામ મંદિરના પ્રાંગણમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સન (Britain PM In Gujarat) સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.
CM ગણતરીની મિનિટ અક્ષરધામ- ગાંધીનગર બાયો ટેકનોલોજી યુનિવર્સિટી બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સીધા અક્ષરધામ મંદિર આવ્યા હતા. ત્યારબાદ બ્રિટનના વડાપ્રધાન અક્ષરધામ મંદિરે આવ્યા (boris johnson in india) હતા. અક્ષરધામ મંદિર આવ્યા બાદ UKના વડાપ્રધાન બોરિસ જોહન્સન સાથે તેઓ ગણતરીની મિનિટ માટે રહ્યા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાને જવા રવાના થયા હતા.
અક્ષરધામ મંદિરે 2 કલાકનું રોકાણ- બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને (boris johnson in gujarat) અક્ષરધામ મંદિર ખાતે 2 કલાકથી વધુ સમય રોકાણ કર્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા બાદ બ્રિટનના વડાપ્રધાને અક્ષરધામ મંદિરમાં ફોટોગ્રાફી કરાવી હતી અને ત્યારબાદ સમગ્ર મંદિરના પરિસરમાં ફરીને તેઓએ એક્ઝિબિશનની મુલાકાત પણ કરી હતી.
આ પણ વાંચો: Boris Johnson Gujarat Visit: એવું તો શું બન્યું કે, બ્રિટનના વડાપ્રધાનને બુલડોઝર પર થવુ પડ્યું સવાર
આજે ક્યાં ક્યાં ગયા બોરિસ જોહન્સન- દેશના વડાપ્રધાન આજે વહેલી સવારે 8 કલાકની આસપાસ અમદાવાદ એરપોર્ટ (ahmedabad international airport) ખાતે આવ્યા હતા. ત્યારબાદ રોડ શો કરીને ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો. ત્યારબાદ તેઓ દેશના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (boris johnson meets gautam adani) સાથે શાંતિગ્રામમાં એક કલાક સુધી મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ સીધા હાલોલ ખાતે JCBના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. JCBના પ્લાન્ટની મુલાકાત કર્યા બાદ બ્રિટનના વડાપ્રધાને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલી બાયો ટેક્નોલોજી યુનિવર્સિટી (gujarat biotechnology university) ખાતે પણ 2 કલાક હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે ગાંધીનગર અક્ષરધામ મંદિરની 2 કલાક મુલાકાત લીધી હતી.