ETV Bharat / city

હિતેશ મકવાણા બનશે ગાંધીનગર મેયર ?, કહ્યું - " હું ભાજપનો સામાન્ય કાર્યકર્તા છું"

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ છે. ચૂંટણી પરિણામ (GMC Result )માં ભાજપને 41 બેઠક, કોંગ્રેસ 2 અને આપની 1 બેઠક પર જીત મળી છે, ત્યારે વોર્ડ નંબર 8માં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયા છે. ત્યારે વિજેતા ઉમેદવાર હિતેશ મકવાણાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર બનાવી શકાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ તકે ETV BHARAT સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "હું ભાજપનો સામાન્ય કાર્યકર છું અને પક્ષ દ્વારા મને જે પણ જવાબદારી સોંપશે તે હું સ્વીકારીશ."

Gandhinagar Municipal Corporation elections result
હિતેશ મકવાણા ગાંધીનગર મેયર બની શકે છે
author img

By

Published : Oct 5, 2021, 3:16 PM IST

  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા
  • ભાજપને 41 બેઠક, કોંગ્રેસ 2 અને આપની 1 બેઠક પર જીત
  • ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનમાં હિતેશ મકવાણા મેયર બને તેવી સંભાવના

ગાંધીનગર : વર્ષ 2022 માં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન( Gandhinagar Municipal Corporation)ની ચૂંટણી મહત્વની સાબિત થઇ રહી છે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મંગળવારે મતગણતરી(GMC Result ) હાથ ધરવામાં આવી હતી, જેમાં લગભગ 41 જેટલી બેઠક પર ભાજપની જીત થઈ છે. આ ઉપરાંત, કોંગ્રેસની 2 અને આમ આદમી પાર્ટીની 1 બેઠક પર જીત થઇ છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરના દાવેદાર હિતેશ મકવાણા પણ પોતાની પેનલ સાથે વોર્ડ નંબર ૮માં વિજયી બન્યા છે.

હિતેશ મકવાણા ગાંધીનગર મેયર બની શકે છે

કાર્યકર્તા છું, જે જવાબદારી આપશે તે સ્વીકારીશ : હિતેશ મકવાણા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 8 ની ભાજપની પેનલનો વિજય થયો છે, ત્યારે વોર્ડ નંબર ૮માંથી આવતા હિતેશ મકવાણા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરને દાવેદાર તરીકે સૌથી પ્રબળ ગણવામાં આવી રહ્યા છે, ત્યારે ETV Bharat સાથેની ખાસ વાતચીત કરતા હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, "હું ભાજપનો સામાન્ય કાર્યકર છું અને પક્ષ દ્વારા મને જે પણ જવાબદારી સોંપશે તે હું સ્વીકારીશ. આ સાથે જ અમારા મતવિસ્તારમાં કે જેનો હજુ હમણાં જ કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ થયો છે તેને પણ હું ગાંધીનગર શહેરની જેમ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરીશ.

વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ ગામોનો વિકાસ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર 8 ના ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો છે, ત્યારે ETV Bharat ભારત સાથે ખાસ વાતચીત કરતા તમામ ઉમેદવારોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં નવા સીમાંકન બાદ વોર્ડ નંબર ૮માં પણ નવા ગ્રામ્ય વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જ્યાં માળખાકીય સુવિધા અત્યંત ખરાબ છે, પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે, ત્યારે ગાંધીનગરમાં જેવા રસ્તાઓ છે તેવા જ રસ્તાઓ નવા ગ્રામ્ય વિસ્તારો કે જેનું હમણાં જ થયું છે તેવા તમામ વોર્ડમાં માળખાકીય સુવિધાઓનો વધારો કરવામાં આવશે.

વિકાસ હજુ આગળ વધશે

વોર્ડ નંબર 8 ના ભાજપની પેનલના ઉમેદવારો વિજયી થયા છે, ત્યારે આ વિજય ઉમેદવારોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ પથ પર હવે ગાંધીનગર પણ આગળ વધશે, જ્યારે જેટલા ગ્રામ્ય વિસ્તારોનો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેવા તમામ વિસ્તારોને માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, પીવાનું પાણી, ખરાબ પાણીનો નિકાલ, ગટર વ્યવસ્થા, આરોગ્યની સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાઓ આ તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.