ETV Bharat / city

પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપે કહ્યું વિસ્તારક યોજનાથી 75 લાખ લોકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક - વિસ્તારક યોજના અંગે ભાજપ

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા દરેક રાજકીય પક્ષની બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ભાજપે (Gujarat BJP Election Campaign 2022) જુદા જુદા વિસ્તારોમાં મજબુતી માટે પ્લાનિંગ કરી રાખ્યું છે. ગાંધીનગરમાં ભાજપની (BJP Meeting Gandhinagar) એક દિવસીય પ્રદેશ કારોબારી બેઠકમાં પાર્ટી તરફથી વિધાનસભા 2022ની ચૂંટણીઓ પહેલા વધુ લોકોને પક્ષ સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપે કહ્યું વિસ્તારક યોજનાથી 75 લાખ લોકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક

author img

By

Published : May 23, 2022, 6:15 PM IST

Updated : May 23, 2022, 7:35 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય ચહલપહલ વચ્ચે તમામ પક્ષોએ જે તે વિસ્તારમાં બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ વખતે ગુજરાત રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટી (Aam Admi Party Gujarat), કોંગ્રેસ (Gujarat Congress) અને ભાજપ (BJP Gujarat) જુદા જુદા મોરચે લડી લેવાના મુડમાં છે. જોકે, ભાજપે ગાંધીનગરમાં ચૂંટણી પહેલા એક (BJP Meeting Gandhinagar) મહત્ત્વની બેઠક યોજી હતી. જેમાં વધુ લોકોને ભાજપ સાથે જોડવા માટેના અભિયાનનું (Connect with BJP Campaign) એલાન કરાયું હતું.

પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપે કહ્યું વિસ્તારક યોજનાથી 75 લાખ લોકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક

આ પણ વાંચો: Rainfall Forecast : કુદરતી સંકેતો આ વર્ષના ચોમાસા માટે શી આગાહી આપી રહ્યાં છે જાણો

60 લાખ લોકો ભાજપમાં જોડાયા: ભાજપની સમગ્ર વિસ્તારક યોજના અંગે માહિતી આપતા ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે, વિસ્તારકો બે ભાગમાં કાર્ય કરશે. કુલ 182 બેઠકો પર 06 મહિના સુધી વિસ્તારકો જુદી જુદી વિધાનસભા બેઠકમાં જશે. 06 મહિના વાળા વિસ્તારકોનો બીજો ફેઝ જૂન મહિનામાં શરૂ થશે, બાકીની વિધાનસભા બેઠકોમાં જશે. 10,069 શક્તિ કેન્દ્ર 12,500 વિસ્તારકો નીકળશે. આ વિસ્તારકો પેજ સમિતિના સદસ્યો, બુથની સમિતિ, પેજ પ્રમુખો, બુથના વોટર્સ વગેરેનો સંપર્ક કરશે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : પાટીદાર પાવર વગર ભાજપને ચાલે તેમ નથી

આવી છે યોજના: આ ઉપરાંત આગામી તારીખ 11, 12 અને 13 જૂન માટે અલ્પકાલીન વિસ્તારક યોજના બનાવવામાં આવી છે. અલ્પકાલીન વિસ્તારકોમાં પ્રદેશનું નેતૃત્વ કરી રહેલા પદાધિકારીઓ, કારોબારી સદસ્યો, રાજ્યના તમામ પ્રધાનો, મોરચાના સદસ્યો અને કાર્યકર્તાઓ જોડાશે. આગામી તારીખ 11,12 અને 13 તારીખે 10 હજારથી વધુ વિસ્તારકો 51 હજાર બૂથ સુધી ભાજપની વાત પહોંચાડશે. વિસ્તારકોને સભ્યોના ડેટા અપાશે. આ માટે મોબાઈલ એપ પણ અપાશે. ભાજપે અગાઉ વિસ્તારક યોજના અને સદસ્યતા અભિયાન અંતર્ગત પેજ સમિતિના 60 લાખ સભ્ય બનાવ્યા છે. ચૂંટણીઓ પહેલા તેને 75 લાખ સુધી લઈ જવાનો ટાર્ગેટ છે. ચૂંટણી પહેલા ભાજપ પોતાની સ્થિતિ મજબુત કરી લેવા માંગે છે. એવું એમની વાત પરથી સ્પષ્ટ થયું છે.

Last Updated : May 23, 2022, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.