ન્યૂઝ ડેસ્ક: આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપે આજે 7 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે લીંબડી બેઠક માટે હજુ સસ્પેન્સ યથાવત છે.
ભાજપે જાહેર કરેલા ઉમેદવારોના નામની યાદી
- અબડાસા- પ્રદ્યુમનસિંહ જાડેજા
- મોરબી- બ્રિજેશ મેરજા
- ધારી- જે.વી. કાકડીયા
- ગઢડા- આત્મારામ પરમાર
- કરજણ- અક્ષય પટેલ
- ડાંગ- વિજય પટેલ
- કપરાડા- જીતુ ચૌધરી
ઉલ્લેખનીય છે કે, ડાંગ બેઠક અને ગઢડા બેઠક સિવાય બાકીની 5 બેઠક માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે લીંબડી બેઠક માટે હજુ સસ્પેન્સ યથાવત છે.