- રાજ્યમાં બે વર્ષ બાદ લોકાયુક્તની નિમણૂંક
- નિવૃત જસ્ટિસ રાજેશ શુક્લાની લોકાયુક્ત તરીકે કરાઈ નિમણૂંક
- રાજ્યના રાજ્યપાલે લેવડાવ્યા હોદ્દો અને ગુપ્તતાના શપથ
ગાંધીનગર: ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસ રાજેશ એચ. શુક્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યના પ્રધાન મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સંપન્ન થયો હતો.
ગુજરાતમાં લોકાાયુક્ત તરીકે 27 ડિસેમ્બર 1956ના રોજ જન્મેલા રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. જેમને આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમની મુદત છ વર્ષની હોય છે.