ETV Bharat / city

દહેગામ નજીક ગમખ્વાર અકસ્માત, 2ના મોત 1 ઇજાગ્રસ્ત

ગાંધીનગર: વિધિની વક્રતા ક્યારેક એવી હોય છે કે, કાળા માથાના માનવીના રૂંવાટા ઉભા કરી દે છે. તાજેતરમાં જ મોડાસાના એક વેપારીએ ઉદેપુર ખાતે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતિનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકો મોતના મુખમાંથી પાછા આવ્યાં હતા. આ ઘટનાને લઈ મોડાસાના ખડાયતા સમાજમાં કળ વળી નથી ત્યાં તો આપઘાત કરનારા વેપારીના બે સાળા અને બનેવી મોડાસા ખાતે બંને બાળકોની ખબર લેવા આવી રહ્યા હતા, તે દરમિયાન દહેગામ પાસે ડમ્પરે તેમની કારને ટક્કર મારતાં બંને સાળાના ઘટનાસ્થળે મોત નિપજ્યા, જ્યારે બનેવી ગંભીર રીતે ઘાયલ થયા છે.

an-accident-near-dahegam-2-dead-and-1-injured
દહેગામ પાસે અકસ્માત, 2ના મોત 1 ઘાયલ
author img

By

Published : Dec 17, 2019, 6:38 AM IST

ગત અઠવાડીયે મોડાસામાં નૈનેશ ડેકોરેશનના નામે ધંધો કરતા નૈનેશભાઈ હસમુખભાઈ શાહ પરિવાર સાથે નાથદ્વારા દર્શન કરવા માટે ગયા હતા. તેમણે ઉદેપુરની હોટલમાં પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ ડૉક્ટરો દ્વારા પતિ-પત્નીને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. જ્યારે 17 વર્ષીય દિકરાને અને 14 વર્ષીય દિકરીને સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા.

દહેગામ પાસે અકસ્માત, 2ના મોત 1 ઘાયલ

સોમવારના રોજ નૈનેશભાઈના બે સાળા મેહુલ મોદી, પરાગ મોદી તેમજ તેમના બનેવી શૈલેષ શાહ બાળકોની તબિયત જાણવા માટે મોડાસા જઇ રહ્યા હતા. તે દરમિયાન દહેગામ નજીક એક ડમ્પરે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. જેમાં નૈનેશભાઈના બે સાળા મેહુલ અને પરાગનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેમના બનેવી શૈલેષભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

Intro:દહેગામ પાસે ડમ્પરે કારને ટક્કર મારતાં બે ભાઈના ઘટના સ્થળે જ કરૂણ મોત, વણિક સમાજમાં ઘેરો શોક

ગાંધીનગર,

વિધિની વક્રતા ક્યારેક એવી હોય છે કે કાળા માથાના માનવીના રૂંવાટા ઉભા કરી દે છે. તાજેતરમાં જ મોડાસાના એક વેપારીએ ઉદેપુર ખાતે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં દંપતિનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકો મોતના મુખમાંથી પાછા આવ્યા હતા. આ ઘટનાને લઈને મોડાસાના ખડાયતા સમાજમાં હજુ તો કળ વળી નથી ત્યાં તો આપઘાત કરનાર વેપારીના બે સાળા અને બનેવી મોડાસા ખાતે બંને બાળકોની ખબર લેવા આવી રહ્યા હતા ને દહેગામ પાસે ડમ્પરે તેઓની કારને ટક્કર મારતાં બંને સાળાના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બનેવી ગંભીર ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.Body:ગત સપ્તાહમાં જ મોડાસામાં નૈનેશ ડેકોરેશનના નામે ધંધો કરતા નૈનેશભાઈ હસમુખભાઈ શાહ પરિવાર સાથે નાથદ્વારા દર્શન કરવા માટે ગયા હતા. તેઓએ ઉદેપુરની હોટલમાં પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં હોસ્પિટલના તબીબો દ્વારા પતિ પત્નિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 17 વર્ષિય દિકરો અને ૧૪ વર્ષિય દિકરીને સારવાર માટે મોડાસાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે આખા પરિવારે એક સાથે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં મોડાસામાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. અને આ આખીયે ઘટના હજુ સુધી રહશ્યમયી બનીને રહી છે. Conclusion:ત્યારે સોમવારના રોજ નૈનેશભાઈના બે સાળા મેહૂલભાઈ વ્રજવલ્લભભાઈ મોદી (ઉ.વ.40) અને પરાગભાઈ વ્રજવલ્લભભાઈ મોદી (ઉ.વ.30) તેમજ તેઓના બનેવી શૈલેષભાઈ જે. શાહ અમદાવાદ રહે છે તે ત્રણેય બાળકોની ખબર લેવા માટે મોડાસા આઈ-10 કાર નં.જી.જે.1.આર.પી.452 લઈને આવી રહ્યા હતા. તે સમયે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે દહેગામ નજીક ગલુદણ અને વડોદરા પાટીયા વચ્ચે યમરાજ બનીને એક ડમ્પરે કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. ડમ્પરની ટક્કરે કારનો ફુડચલો બોલાવી દીધો હતો અને કારમાં સવાર નૈનેશભાઈના બે સાળા મેહૂલભાઈ અને પરાગભાઈના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે તેઓના બનેવી શૈલેષભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને સમગ્ર પંથકના ખડાયતા વણિક સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.