ETV Bharat / city

લોકસભાના સાંસદ મોટાભાઈએ ગાંધીનગર જિલ્લા અધિકારીઓનો વીડિયો કોન્ફરન્સમાં ઉધડો લીધો

ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ દ્વારા આજે જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર શહેરમાં વકરી રહેલા કોરોના વાઈરસને લઈને સૂચનો કર્યા હતા. ગાંધીનગરમાં કોરોના વાઈરસને નાથવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓનો મોટાભાઇએ ઉધડો લઇ લીધો હતો, એમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

amit shah on gandhinagar district officials
લોકસભાના સાંસદ મોટાભાઈએ ગાંધીનગર જિલ્લાના અધિકારીઓનો વીડિયો કોન્ફરન્સમાં ઉધડો લીધો લીધો
author img

By

Published : Jul 13, 2020, 10:20 PM IST

ગાંધીનગરઃ ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ દ્વારા આજે જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર શહેરમાં વકરી રહેલા કોરોના વાઈરસને લઈને સૂચનો કર્યા હતા. ગાંધીનગરમાં કોરોના વાઈરસને નાથવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓનો મોટાભાઇએ ઉધડો લઇ લીધો હતો, એમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

amit shah on gandhinagar district officials
લોકસભાના સાંસદ મોટાભાઈએ ગાંધીનગર જિલ્લાના અધિકારીઓનો વીડિયો કોન્ફરન્સમાં ઉધડો લીધો લીધો
કોરોના લક્ષણો ધરાવતાં તમામના રેપીડ ટેસ્ટ પૂર્ણ કરવા અને કોવિડ પોઝિટિવ અને તેના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 5 લોકોને કોરોન્ટાઇન કરવાની સુચારું વ્યવસ્થા કરવાની સૂચના ગાંધીનગર લોકસભાના સાંસદ અને ગૃહ પ્રધાન અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માઘ્યમ થકી યોજાયેલી બેઠકમાં અધિકારીઓને આપી હતી. હોમકોરોન્ટાઇન થયેલા કોવિડ પોઝિટીવ દર્દીઓ અને માઇક્રો કન્ટેન્મેન્ટ તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી જે તે સોસાયટીઓ સાથે કોલ સેન્ટર મારફતે કોરોનાની સ્થિતિની નિયમિત સમીક્ષા કરવી. આવા દર્દીઓનું દિવસમાં 2 વાર ક્રોસ ચેકીંગ થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.

દર્દીઓનું ટેમ્પરેચર 100થી વધુ અને ઓકિસજન લેવલ 94થી નીચે હોય તેવા હોમકોરન્ટાઇન થયેલા કોરાના દર્દીઓને હોસ્પિટલાઇઝ કરવા અને એમ્સની પ્રસિધ્ધ થનાર નવી ગાઇડલાઇન-લાઇન ઓફ ટ્રીટમેન્ટનું ફરજિયાત પાલન થાય તેનું મોનીટરીંગ વ્યવસ્થા ગોઠવવા પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક મતક્ષેત્રમાં 0.75 ટકાથી ઓછો આવે તેની ચિંતા કરી આ બાબત જરૂરી પગલાંઓ ભરવા જણાવ્યું હતું. ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાને પોતાના મતક્ષેત્રના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ કર્યા પછી તેની માવજતની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. ગત વર્ષે કરવામાં આવેલા વૃક્ષારોપણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ MPLADs ફંડની વર્તમાન સ્થિતિ, વરસાદી પાણીના નિકાલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ થયેલ બોપલ-ધુમા નગરપાલિકા વિસ્તારમાં 100 ટકા નર્મદાના પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવાનું જણાવી તેમણે આ માટે સર્વે કરી, કેટલા વિસ્તારમાં નર્મદાનું પાણી ઉપલબ્ઘ નથી, તેનો સર્વે દિન-7 માં પૂર્ણ કરવા જણાવ્યું હતું. કેરોસિન મુક્ત મતક્ષેત્ર, 100 ટકા શૌચાલયની સુવિધા, 100 ટકા પીવાના પાણીની સુવિધા પહોંચાડવા, 100 ટકા આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓનું લક્ષ્યાંક પૂર્ણ કરવા જણાવ્યું હતું. તે ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના કેમ્પ કરી શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં સરકારના ખાલી-રિઝર્વ પ્લોટોની સમીક્ષા કરી હતી. આ પ્લોટોમાં વિકાસના પ્લાનીંગની સમીક્ષા કરી, કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ પૈકી કઇ કઇ યોજનાઓનો અમલ કરી શકાય અને મહત્તમ લાભ આપી શકાય તે માટે ડિટેઇલ પ્રેઝન્ટેશન તૈયાર કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.