ગાંધીનગર: 8 એપ્રિલ 2022ના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજી તીર્થધામ ક્ષેત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ (51 Shaktipith Parikrama Mahotsav) તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો (Light and sound show) આારંભ કરાવ્યો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સ્થાનક ભાવિકોમાં અત્યંત અનેરૂ મહત્વ ધરાવે છે અને આ પરિક્રમા મહોત્સવના લીધે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો (Ambaji Parikrama Path Yatri )જોવા મળ્યો છે. મહોત્સવ બાદ પરિક્રમા પથ પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં 22.5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ત્યાં મંદિર કોમ્પ્લેક્સ નિર્માણની (Construction of Ambaji Temple Complex) તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મંદિરની આસપાસના કોમ્પ્લેક્સને વિકસિત કરવામા આવશે જેના માટે સરકાર આગામી બજેટમાં ફંડ (Funds in the budget )ફાળવશે.
ભાવિકોની સંખ્યામાં 14 ટકાનો વધારો - માર્ચ અને અપ્રિલ 2022 મહિનાના એવરેજને ધ્યાનમાં લેતા આ તફાવત જોવા મળે છે. પરિક્રમા મહોત્સવ પહેલા ગબ્બર મંદિર પર 3350 જેટલા શ્રદ્ધાળુઓ આવતા હતાં. જે સંખ્યા વધીને 4450 થઇ ગઇ છે જે 33 ટકાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે પરિક્રમા પથ પર 100 જેટલા શ્રદ્ધાળુઓ આવતા હતા જે સંખ્યા વધીને 2250 સુધી પહોંચી છે, જે 22.5 ગણો વધારો (Ambaji Parikrama Path Yatri )છે.
રોજગારીમાં વધારો - અંબાજી મંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં પણ 14 ટકાનો વધારો (Ambaji Parikrama Path Yatri )જોવા મળ્યો છે. પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના (Light and sound show) લીધે પ્રવાસીઓની સંખ્યા વધતાં સ્થાનિક રોજગારીમાં વધારો ( Increase in local employment ) જોવા મળ્યો છે.
6146 ચોરસ મીટર વિસ્તારમાં મંદિરની આસપાસનો કોમ્પ્લેક્સ વિકસિત કરાશે -અંબાજી યાત્રાધામના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પરિક્રમા મહોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો (Light and sound show) સહિતના આકર્ષણો ખુલ્લા મુક્યા બાદ આગામી દિવસોમાં અંબાજી મંદિર કોમ્પ્લેક્સ નિર્માણ (Construction of Ambaji Temple Complex) કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. તેમાં મંદિરની આસપાસના 6146 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે. તેના માટે મંજૂરી આપી દેવાઇ છે અને અત્યારે સંપાદનની કામગીરી થઇ રહી છે.
બજેટમાં નાણાકીય જોગવાઇ - જાણીતા આર્કિટેક્ટ બિમલ પટેલ (Architect Bimal Patel ) અત્યારે તે કોમ્પ્લેક્સની ડિઝાઇનની કામગીરી કરી રહ્યા છે. અંબાજી મંદિર પરિસરથી 75 મીટર વિસ્તારમાં વિકાસકાર્ય કરવા હેતુ તેમજ નવીન બિલ્ડિંગ માટેના સંયુક્ત અંદાજિત 62 કરોડના ખર્ચ માટે સરકાર દ્વારા આગામી બજેટમાં નાણાકીય જોગવાઇ (Funds in the budget )કરવામા આવશે.
આ પણ વાંચોઃ Ambaji Parikrama Mahotsav: અંબાજીમાં આગામી 8 એપ્રિલે શરૂ થશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સ્થાનિકો ખુશખુશાલ- અંબાજી મંદિરમાં 3 કિ.મીના પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોને (Light and sound show) જોવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના (Gujarat Holy Pilgrimage Development Board) જણાવ્યા અનુસાર મંદિરમાં હવે દૈનિક એવરેજ 450 થી 500 લોકોની થઇ છે. જે સંખ્યા શનિ અને રવિવારના દિવસે 600 થી 700 સુધી પહોંચે છે. પરિક્રમા પથમાં મૂળ 50 શક્તિપીઠની પ્રતિકૃતિને આધારિત મંદિરો બનાવવામા આવ્યા છે. તે સિવાય લાઇટ એન્ડ સાઉન્ડ શો અત્યારે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર (Ambaji Parikrama Path Yatri ) બન્યું છે. પ્રવાસીઓની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે રોજગારીમાં પણ વધારો (Increase in local employment ) થયો છે.