ETV Bharat / city

અમદાવાદ બાદ રાજકોટ, સુરત, બરોડામાં રાત્રી કરફ્યુ, લગ્નમાં પોલીસની મંજૂરી ફરજિયાત

દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદમાં 58 કલાકનો કરફ્યું જાહેર કર્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં અમદાવાદ શહેર સાથે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ શનિવારે રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કર્ફ્યુ લાદવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીનેે જાહેરાત કરી હતી.

અમદાવાદ બાદ રાજકોટ, સુરત, બરોડામાં રાત્રી કરફ્યુ,

author img

By

Published : Nov 20, 2020, 11:04 PM IST

  • અમદાવાદ બાદ સુરત, રાજકોટ, બરોડામાં રાત્રી કરફ્યુ અમલી
  • રાજ્ય સરકારે કોરોના સંક્રમણ ઘટાડવા માટે કરફ્યુ મૂક્યું
  • અમદાવાદથી આવતા સરકારી કર્મચારીઓને રજા
  • કેન્દ્રની આરોગ્ય ટીમ કરશે અમદાવાદની મુલાકાત
  • અમદાવાદમાં 58 કલાકનો કરફ્યૂ

ગાંધીનગર : દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદમાં 58 કલાકનો કરફ્યું જાહેર કર્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં અમદાવાદ શહેર સાથે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ શનિવારે રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કર્ફ્યુ લાદવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીનેે જાહેરાત કરી હતી.

અમદાવાદ બાદ રાજકોટ, સુરત, બરોડામાં રાત્રી કરફ્યુ,
સોશિયલ મીડિયામાં હોસ્પિટલમાં જગ્યા ના હોવાની ફક્ત અફવારાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતીન પટેલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા મેસેજને લઈને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એવા મેસેજ ફરી રહ્યા છે કે અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે જગ્યા નથી, પરંતુ આ મેસેજ ફક્ત અફવા છે. જ્યારે અમદાવાદની 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં 971 દર્દીઓ દાખલ છે. જ્યારે હજુ બાકીની પથારી ખાલી છે. ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની હોસ્પિટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં પણ હજુ જગ્યા છે. આ સાથે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં વધારાના 228 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત 12 જેટલી જ પથારીઓ ભરેલી છે, આ ઉપરાંત કિડની હોસ્પિટલમાં પણ 160 પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.ચાની કીટલી અને પાનના ગલ્લા માલિકોને DyCMની ટકોરચાની કીટલી અને પાનના ગલ્લા ઉપર લોકો ભીડ જમા કરીને બેઠા હોય છે, જ્યારે ત્યાં સૌથી વધુ ભીડ થતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ચાની કીટલી અને પાનના ગલ્લા માલિકોને ટકોર કરી હતી કે, તમે લોકો આ ભીડ ઓછી કરો અને ભીડ ના થવા દો જો ભીડ થશે તો જે-તે એકમને સીલ કરવામાં આવશે.ચારેય શહેરમાં ST બસ બંધઅમદાવાદ રાજકોટ સુરત અને બરોડામાં રાત્રીના 9 વાગ્યા થી સવારના 6 કલાક સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ ચારેય શહેરમાં રાત્રી દરમિયાન એસ.ટી બસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચારેય શહેરમાં એસ.ટી.બસ ઓપરેટ થઇ શકશે નહીં.એરપોર્ટ, રેલવેના યાત્રીઓ ટીકીટ બતાવશે તો જવાની પરવાનગીરાજ્ય સરકારે કહ્યું, આ બાબતે અચાનક નિર્ણય લેતા રેલવે અને એરપોર્ટના યાત્રીઓના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, કોઈપણ પેસેન્જર એટલે કે રેલવે અને એરપોર્ટના યાત્રીઓ કર્ફ્યૂ દરમિયાન પોલીસને ટિકિટ અને બોર્ડીંગ પાસ બતાવશે તો તેઓને જવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ પોતાના સગા સંબંધીઓને લેવા અથવા મુકવા જાય તો વોટ્સએપ ઉપર ટિકિટ અથવા તો બોર્ડિંગ પાસ બતાવશે તો પણ તેઓને જવા દેવામાં આવશે.

વિદ્યાર્થીઓનેે હોલ ટીકીટ ફરજીયાત

આ સાથે જ જાહેર પરીક્ષાઓ જેવી કે સી.એ ની પરીક્ષા રવિવારના રોજ યોજવામાં આવશે. તેમાં પણ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પોલીસને બતાવશે તો તેઓને પરીક્ષા આપવા જવા દેવામાં આવશે.

અમદાવાદથી આવતા સરકારી કર્મીઓની શનિવારે રજા

અમદાવાદમાં રાત્રીના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 કલાક સુધી કરફ્યુ જાહેર કર્યો છે, ત્યારે શનિવારે સરકાર રાબેતા મુજબ ચાલુ છે. પરંતુ અમદાવાદ થી ગાંધીનગર આવતા તમામ સરકારી કર્મચારીઓની રજા જાહેર કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જીએડીને સૂચના આપી દીધી છે.

કેન્દ્રની ટીમ કરશે ગુજરાતની સમીક્ષા

એક બાજુ રાજ્ય સરકારે અમદાવાદમાં કર્ફ્યુ જાહેર કર્યું છે, ત્યારે શનિવારના રોજ કેન્દ્રની ટીમ ગુજરાત આવીને કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે. ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ટીમ શુક્રવારે રાત્રે અમદાવાદ ખાતે આવી જશે, ત્યારબાદ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ જઈને જે તે અધિકારીઓ સાથે બેઠક કરીને ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે સમીક્ષા કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.