ETV Bharat / city

Land Grabbing Act : ગાંધીનગરમાં કુલ 138 અરજીઓ પૈકી હજુ 105 અરજીઓ પેન્ડીંગ - Land Grabbing Act

ગાંધીનગર જિલ્લામાં પણ લેન્ડ ગ્રેબિંગના કેસો સામે આવ્યા છે. જેમાં લેન્ડ ગ્રેબીંગ કાયદા (Land Grabbing Act) અંતર્ગત 243 અરજીઓ અત્યાર સુધી આવી છે. જેમાં કુલ 138 અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 105 અરજીઓ પેન્ડીંગ છે. જેથી ધીમી કામગીરી પણ લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing)માં થઈ રહી છે.

Gandhinagar 243 applications
Gandhinagar 243 applications
author img

By

Published : Jun 25, 2021, 7:09 PM IST

  • કોરોનાને કારણે રેગ્યુલર મિટિંગ ન મળતા અરજીઓ પેન્ડીંગ
  • કલોલ અને ગાંધીનગરમાંથી અરજીઓ વધુ આવે છે
  • 18 અરજીઓમાં ગુના નોંધવા માટે જિલ્લા વહીવટી તંત્રએ મંજૂરી આપી

ગાંધીનગર : લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ કોઇ પણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં કોઇ પણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘુસી કબજે લઇ લીધી હોય તેમની સામે આ કાયદો લાગુ પાડવામાં આવી રહ્યા છે. આ કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવામાં આવે છે. જેમાં ગાંધીનગર કલેક્ટર (Collector) કુલદીપ આર્યા પાસે અત્યાર સુધી 243 અરજીઓ કાર્યવાહી કરવા માટે આવી છે.

ગાંધીનગરમાં કુલ 138 અરજીઓ પૈકી હજુ 105 અરજીઓ પેન્ડીંગ

આ પણ વાંચો : Land Grabing Act: સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં ભાજપ અગ્રણી સહિત 6 ઝડપાયા

138 પૈકી 18 અરજીઓમાં ગુના નોંધવા માટે જિલ્લા વહીવટી તંત્રએ મંજૂરી આપી

ક્લેક્ટર (Collector) કુલદીપ આર્યાએ જણાવ્યું કે, 138 અરજીમાંથી 18 અરજીઓમાં ગુના નોંધવા માટે જિલ્લા વહીવટી તંત્ર (District Administration) એ મંજૂરી આપી છે. 11 અરજીમાં ગુના દાખલ થઈ ચૂક્યા છે. 9 લોકો પર ચાર્જશીટ (Chargesheet) પણ કરવામાં આવી છે. જે અરજીઓ પેંડિંગ છે, જેમાં અમુક અરજીઓ ટાઈમ લિમિટ પહેલાની છે, કારણ કે કોરોનાને કારણે બે મહિના રેગ્યુલર મિટિંગ મળી નહોતી. જે કારણે અરજીઓ પેંડીગ છે. મોટાભાગની વધુ અરજીઓ કલોલ અને ગાંધીનગરમાંથી આવે છે. જ્યારે માણસા અને દહેગામથી ઓછી અરજીઓ આવે છે.

આ પણ વાંચો : લેન્ડ ગ્રેબિગ એક્ટ મુજબ અમરેલી જિલ્લા ભાજપના કદાવર નેતા સોજીત્રા સામે થઇ પોલીસ ફરિયાદ

લેન્ડ ગ્રેબીંગ કાયદામાં જિલ્લા વહીવટી તંત્રની ધીમી કામગીરી સામે રોષ

અરજદારોનું કહેવું છે કે, ગોકળ ગતિએ વહીવટી તંત્ર (Administration) કામ કરી રહ્યું છે. ઘણા લોકોએ અરજી કરી છતાં પણ ઝડપી કાર્યવાહી જેવી થવી જોઈએ તે પ્રકારે થતી નથી. આ પ્રકારનો કાયદો બન્યો હોવા છતાં પણ છેતરપિંડી કરી લોકોની જમીન પચાવી પાડવાના ગુનાહિત કાર્યો હજુ પણ ગ્રામીણ ક્ષેત્રે વધુ થઈ રહ્યા છે. ઘણા લોકોએ અરજી કરી હોવા છતાં પણ તેનો જલ્દી નિકાલ આવ્યો નથી. જેથી અરજદારની માંગણી છે કે, તેમની અરજી પર જલ્દી કાર્યવાહી કરવામાં આવે. લેન્ડ ગ્રેબીંગ (Land Grabbing)માં જિલ્લા વહીવટી તંત્ર (District Administration) ની ધીમી કામગીરી સામે કેટલાકે રોષ પણ પ્રગટ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.