ETV Bharat / city

ડ્રગ્સ પેન્ડલ હવે નહિ છટકી શકે, ગાંધીનગરમાં ડ્રગ્સની તપાસ માટે ખાસ લેબોરેટરી બનાવવામાં આવી - Drugs

ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ( National Forensic Science University ) માં ખાસ ડ્રગ્સની તપાસ માટે લેબોરેટરી ( laboratory ) બનાવવામાં આવી છે. જેમાં ડ્રગ્સ વિશે તમામ માહિતી આપવામાં આવશે. આ લેબોરેટરીમાં ડ્રગ્સ અંગેનું સંશોધન કરવામાં આવશે. આ સંશોધન થયા બાદ એક ખાસ પ્રકારની કીટ તૈયાર કરવામાં આવશે.

ગાંધીનગરમાં ડ્રગ્સની તપાસ માટે ખાસ લેબોરેટરી બનાવવામાં આવી

author img

By

Published : Jul 1, 2021, 7:05 PM IST

  • નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં ડ્રગ્સ લેબોરેટરી બનાવવામાં આવી
  • સંશોધન બાદ એક ખાસ પ્રકારની કીટ તૈયાર કરાશે
  • આ કીટને દેશના તમામ રાજ્યોના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવશે

ગાંધીનગર: સમગ્ર દેશમાં financial fraud બાદ હવે હ્યુમન ટ્રાફિકિંગ અને ડ્રગ્સના કેસના કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે આ કિસ્સામાં પોલીસને પણ મહદ અંશે સફળતા પ્રાપ્ત થતી નથી અને ગુનેગારો આસાનીથી પોલીસના હાથેથી છટકી જાય છે. ત્યારે હવે ગુનેગારો પોલીસની પકડમાંથી છટકે નહીં તે માટે ગાંધીનગરની નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી ( National Forensic Science University )માં ખાસ ડ્રગ્સની તપાસ માટે લેબોરેટરી ( laboratory ) બનાવવામાં આવી છે. જેમાં ડ્રગ્સ ( Drugs ) વિશે તમામ માહિતી આપવામાં આવશે.

ગાંધીનગરમાં ડ્રગ્સની તપાસ માટે ખાસ લેબોરેટરી બનાવવામાં આવી

ડ્રગ્સનું પ્રમાણ કેટલું છે, ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તે અંગેની તમામ માહિતી મળી શકશે

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી મળતી માહિતી પ્રમાણે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર રિસર્ચ અંગે એક ખાસ પ્રકારની લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જેમાં ડ્રગ્સ ( Drugs ) અંગેનું સંશોધન કરવામાં આવશે. આ સંશોધન થયા બાદ એક ખાસ પ્રકારની કીટ તૈયાર કરવામાં આવશે. જે દેશના તમામ પોલીસ સ્ટેશનને આ કિટ આપવામાં આવશે. જેથી પોલીસ ગણતરીની કલાકોમાં જ ડ્રગ્સનું પ્રમાણ કેટલું છે અને ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તે અંગેની તમામ માહિતી મળી શકશે.

આ પણ વાંચોઃ 2018 Drug case: પાકિસ્તાનથી જખૌ ઉતરેલું ડ્રગ્સ ગાંધીધામથી...

ડ્રગ્સનું પ્રમાણ ઓછુ હશે તો પણ ખબર પડી જાશે

સામાન્ય સંજોગોમાં ડ્રગ્સ પેન્ટર ડ્રગ્સની હેરાફેરી કરવા માટે અમુક ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન્ય રીતે હેરફેર કરતા હોય છે અને પોલીસને આ ઘટનાની ગંધ પણ આવતી નથી. જેથી ડ્રગ્સની હેરફેર સરળતાથી કરવામાં આવે છે. આવા કિસ્સામાં પણ ડ્રગ્સ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવેલી કિટનો ઉપયોગ કરવાથી 0.10 ટકા પણ ડ્રગ્સ જે તે વસ્તુમાં હશે તો પણ સરળતાથી ખબર પડશે અને તાત્કાલિક ધોરણે જે તે વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો રીચાર્ડ 10 વર્ષે Hong Kongથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો

લેબોરેટરીનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાનના હસ્તે કરવામાં આવે તેવી શક્યતા

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ડ્રગ રિસર્ચ લેબોરેટરી તૈયાર કરી દેવામાં આવી છે. આ લેબોરેટરીનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન ( Union Minister ) દ્વારા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કીટ આવનારા દિવસોમાં દેશના તમામ રાજ્યોની પોલીસને આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.