- સૌ પ્રથમ વખત એક સાથે જોવા મળશે વિધાનસભાના તમામ અધ્યક્ષ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ વિધાનસભાના અધ્યક્ષ રહેશે હાજર
- લોકસભાના સ્પીકર ઓમ બિરલા 'સ્પીકર કોંફરન્સ'ને કરશે હોસ્ટ
- રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તે થઈ શકે છે ઉદ્ઘાટન
ગાંધીનગર: કેવડિયા કોલોની ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રને લગતી મહત્વની મીટીંગ અને કામકાજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં કરવામાં આવશે. તો PM મોદીની જાહેરત મુજબ 24 નવેમ્બર થી 26 નવેમ્બર સુધી સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તો સ્પીકર કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં યોજાશે.


રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તે ઉદ્ઘાટનની સંભાવના
આ સ્પીકર કોંફરન્સનું દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તે ઉદ્ઘાટનની કરવાની સંભાવના છે. તો સ્પીકર કોન્ફરન્સ બાદ 26 નવેમ્બરના દિવસને રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા આસપાસના આકર્ષણોની મુલાકાત કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત કરાવવામાં આવશે
મળતી માહિતી પ્રમાણે દેશના વિધાનસભાના તમામ અધ્યક્ષ અને વિધાનસભાના સચિવ હાજર રહેવાના છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના તમામ અધ્યક્ષને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવવામાં આવશે. આ સાથે જ યુનિટીની આસપાસના આકર્ષણોની પણ મુલાકાત કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના અમુક અધ્યક્ષ અમદાવાદ અથવા બરોડા વિમાન મથકે ઉતરી શકે છે, ત્યારે તેમને લાવવા લઈ જવા માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ વ્યવસ્થાકરવામાં આવશે.
તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઇ રહેલા સ્પીકર કોન્ફરન્સનો તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે. આ ઉપરાંત વિધાનસભાના તમામ અધ્યક્ષ અને વિધાનસભાના સચિવને ટેન્ટ સિટીમાં રાત્રી રોકાણ આપવામાં આવે તેવી પણ માહિતી મળી રહી છે.