ETV Bharat / city

લોકડાઉન વચ્ચે ગાંધીનગરના સેક્ટર-6માંથી ધોળા દિવસે યુવતીનું અપહરણ

author img

By

Published : May 20, 2020, 7:06 PM IST

ગાંધીનગર સેક્ટર-6 ઝૂંપડપટ્ટીમાં રહેતી એક યુવતીને ધોળા દિવસે ઉઠાવી જવાનો બનાવ સામે આવ્યો છે. છતાં પણ હજી સુધી આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

Etv Bharat, Gandhinagar
Gandhinagar

ગાંધીનગરઃ પાટનગરના સેક્ટર-6 ઝૂંપડપટ્ટીમાં રહેતી એક યુવતીને ધોળા દિવસે ઉઠાવી જવાનો બનાવ સામે આવ્યો છે. એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રકારનો બનાવ બન્યો હોવાની વાત ઝડપથી સમી ગઈ છે. યુવતીને બોલેરોમાં આવેલા 10 જેટલા શખ્સો ઉઠાવી ગયા હતાં.

જોકે કોરોના વાઈરસને લીધે ક્રાઈમમાં ઘટાડો થયો છે, પરંતુ આજે ગાંધીનગર શહેરના સેક્ટર-6માં ધોળા દિવસે યુવતીને ઉઠાવી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે બુધવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં વસાહતીઓ જ્યારે આરામ કરી રહ્યાં હતા, તે દરમિયાન એક સફેદ કલરના બોલેરોમાં 10 જેટલા લોકો આવ્યા હતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતી એક યુવતીને માથાકૂટ બાદ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.

બળજબરી પૂર્વક યુવતીને બોલેરોમાં બેસાડતા હોવાથી યુવતીએ બુમાબુમ પણ કરી હતી, જે સાંભળતા જ આજુબાજુના વસાહતીઓ દોડી આવ્યા હતા, પરંતુ તેમને જોતાની સાથે જ આ લોકો બોલેરો લઈને ફરાર થઈ ગયા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક લોકો સુરતથી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, તો બીજી તરફ પારિવારિક મામલો હોવાનું પણ સામે આવ્યું હતું. છેલ્લી માહિતી મુજબ આ બાબતે પોલીસ ચોપડે પણ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.