- રાજયમાં છેલ્લા 5 મહિનામાં કુલ 7008 કેસ નોંધાયા
- શ્રાવણ માસમાં પોલીસ જુગારીઓ પર ત્રાટક્યા
- રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જુગારના ગુનાઓની વિગત જાહેર કરાઈટ
ગાંધીનગર : ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન જુગારનો એટલો ચસ્કો જામે છે કે, લોકો જુગાર રમવા માટે સ્પેશિયલ હોટેલ, કોટેજ અથવા તો એકાંત શોધતા હોય છે, જ્યારે અમુક લોકો ગ્રામ્ય વિસ્તારો તરફ પણ જતા હોય છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ માસમાં કરેલી જુગારની કાર્યવાહીની જાહેરાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી છેલ્લા પાંચ મહિનામાં કુલ 7008 જેટલા કેસ જુગારના નોંધવામાં આવ્યા છે.
આ પણ વાંચો- અમદાવાદ: પોલસીકર્મીનો ભાઈ જ પોલીસના મકાનમાં જુગાર રમતાં ઝડપાયો
સૌથી વધુ જુગારના ગુના 859 અમદાવાદ શહેરમાં જોવા મળ્યા
જુગારમાં સમગ્ર રાજ્યમાં શહેરની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના તમામ મોટા શહેરોમાં ફક્ત અમદાવાદ શહેરમાં 859 જેટલા સૌથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે, ત્યારબાદ રાજકોટમાં 306, વડોદરામાં 242 અને અમદાવાદ પછી સુરત શહેરમાં 517 જેટલા જુગારના કેસ નોંધવામાં આવ્યા છે. આમ અમદાવાદ શહેર બાદ સુરતમાં પણ જુગારના સૌથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે શ્રાવણ માસમાં આવનારા તહેવારો દરમિયાન જેવા કે જન્માષ્ટમીમાં પણ પોલીસ હજુ વધુ જુગારીઓ પર કડક કાર્યવાહી કરશે.
રેન્જ | કેસ |
ભાવનગર | 748 |
અમદાવાદ | 645 |
ગાંધીનગર | 576 |
બરોડા | 565 |
બોર્ડર | 516 |
સુરત | 397 |
જૂનાગઢ | 360 |
ગોધરા | 170 |
શહેર પ્રમાણે ગુનાઓની વિગતો
શહેર | ગુનાની વિગત |
અમદાવાદ | 859 |
સુરત | 517 |
રાજકોટ | 306 |
વડોદરા | 242 |
અમદાવાદ ગ્રામ્ય | 223 |
ખેડા | 163 |
આણંદ | 259 |
ગાંધીનગર | 203 |
સાબરકાંઠા | 56 |
અરવલ્લી | 12 |
મહેસાણા | 305 |
જામનગર | 354 |
દ્વારકા | 124 |
રાજકોટ ગ્રામ્ય | 391 |
મોરબી | 40 |
સુરેન્દ્રનગર | 191 |
બનાસકાંઠા | 128 |
કચ્છ ભુજ પૂર્વ | 92 |
કચ્છ પશ્ચિમ | 110 |
પાટણ | 186 |
અમરેલી | 206 |
ભાવનગર | 308 |
બોટાદ | 234 |
જુનાગઢ | 214 |
ગીર સોમનાથ | 83 |
પોરબંદર | 63 |
બરોડા ગ્રામીણ | 257 |
છોટાઉદેપુર | 56 |
ભરૂચ | 153 |
નર્મદા | 99 |
પંચમહાલ | 113 |
મહિસાગર | 31 |
દાહોદ | 26 |
સુરત ગ્રામ્ય | 108 |
તાપી | 79 |
વલસાડ | 103 |
નવસારી | 91 |
ડાંગ | 16 |
આહવા | 16 |
પશ્ચિમ રેલવે અમદાવાદ | 2 |
પશ્ચિમ રેલવે બરોડા | 5 |
100થી ઓછા કેસ ધરાવતા 13 જિલ્લાઓ
સમગ્ર રાજ્યમાં જુગારના કેસોની જો વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓમાંથી ફક્ત 13 જિલ્લાઓ એવા છે કે, જેમાં સૌથી ઓછા કેસ જુગારના નોંધાયા છે, જ્યારે તમામ જિલ્લાઓમાં ફક્ત અરવલ્લી જિલ્લામાં 12 જેટલા કેસ છેલ્લા પાંચ મહિનામાં જુગારના નોંધાયા છે. આમ 13 જિલ્લાઓની વાત કરવામાં આવે તો ડાંગ, આહવા, નવસારી, તાપી, દાહોદ, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, પોરબંદર, ગીર-સોમનાથ, કચ્છ, ભુજ, પૂર્વ મોરબી અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ જુગારના કેસો નોંધાયા છે. મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ પાંચ મહિનામાં 859 જેટલા કેસ નોંધાયા છે.