ETV Bharat / city

ગાંધીનગરમાં 5જી ટેસ્ટ શરૂ, 1 વર્ષ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવશે મજબૂત નેટવર્ક

વર્તમાન સમયમાં કોઈની પાસે સમય નથી અને વિશ્વ એક વધુ ગતિએ આગળ વધી રહ્યું છે. હજુ પણ વધુ સ્પીડ (internet speed) સાથે ઈન્ટરનેટ એક્સેસ થઈ શકે તેના માટે કેન્દ્ર સરકારે (Central Government) 5જીની કામગીરી હાથ ધરી છે. જેમાં શુક્રવારે વોડાફોન આઇડિયા (VI) દ્વારા નોકિયા સાથે રહીને 5જીનો ટ્રાયલ (VI 5G trial in gandhinagar) કરવામાં આવ્યો હતો.

5G Test Start
5G Test Start
author img

By

Published : Nov 27, 2021, 10:39 AM IST

  • વોડાફોન આઇડિયાએ શરૂ કર્યું 5G ટ્રાયલ
  • રિયલ લાઈવ સાથે કનેક્ટ રહેશે 5G
  • ગ્રામીણ વિસ્તારોમાં આવશે મજબૂત નેટવર્ક

ગાંધીનગર: વર્તમાન સમયમાં કોઈની પાસે સમય નથી અને વિશ્વ એક વધુ ગતિએ આગળ વધી રહ્યું છે. મોબાઇલમાં જો નેટની અને ઈન્ટરનેટની વાત કરવામાં આવે તો અત્યારે 4Gનો જમાનો ચાલી રહ્યો છે પરંતુ હજુ પણ વધુ સ્પીડ (internet speed) સાથે ઈન્ટરનેટ એક્સેસ થઈ શકે તેના માટે કેન્દ્ર સરકારે (Central Government) 5જીની કામગીરી હાથ ધરી છે. જેમાં શુક્રવારે વોડાફોન આઇડિયા (VI) દ્વારા નોકિયા સાથે રહીને 5જીનો ટ્રાયલ (VI 5G trial in gandhinagar) કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે ફાળવેલા 5જી ટ્રેક્ટર પરીક્ષણોના ભાગરૂપે હજુ ટેક્નોલોજી સોલ્યુશન આધારિત ગ્રાહકની રેન્જ પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉપરાંત ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં પણ 5G પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 5જી ટેસ્ટ શરૂ, 1 વર્ષ પછી 5G શરૂ થશે

ઘરે બેસીને દુનિયા ફરવાનો અનુભવ કરો

5G નેટવર્ક બાબતે વોડાફોન આઈડિયાના EVP રેડીયો ટેક્નોલોજીના હેડ રાજેશ સિંઘે (EVP Radio Technology Head Rajesh Singh) જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં સરકારે ફાળવેલા 5જી સ્પેક્ટ્રમ પર પરીક્ષણોના ભાગરૂપે 5જી ટેક્નોલોજી સોલ્યુશન આધારિત ગ્રાહકની રેન્જર પ્રદર્શિત કરી હતી. અહીં ટેક્નોલોજી દર્શાવતા કાર્યક્રમમાં વોડાફોન અને નોકિયા સંયુક્તપણે વિશિષ્ટ ગ્રાહક વપરાશ કેસ દર્શાવ્યા હતા, જેમાં સંપૂર્ણ રિયલ ટાઈમ કલાઉડ ગેમિંગ પબજી પાવર ઈન્ટેલિજન્ટ વીડિયો સર્વેલન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા કનેક્ટેડ સ્કૂલ અને 360 ડીગ્રી વર્ચ્યુઅલના અનુભવો પણ શેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 5G નેટવર્કથી દેશ અને દુનિયાના કોઈપણ પ્રવાસન સ્થળોને તમે ત્યાં જ ફરતા હોય તેવો અનુભવ પણ થઈ શકશે.

આ પણ વાંચો: Viએ તોડ્યા તમામ રેકોર્ડ્સ, Jio-Airtelની સરખામણીએ મેળવી 10 ઘણી ફાસ્ટ 5G સ્પીડ

ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાયલ

મહત્વની વાત કરવામાં આવે તો નોકિયા સાથે મળીને વોડાફોન આઇડિયા (VI) દ્વારા ગુજરાતના ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ જોડાણ પ્રદાન કરવા 5જી પરીક્ષણ હાથ ધર્યા છે. જે માટે 17 કિલોમીટરના વિસ્તારમાં 5જી જોડાણ સફળતાપૂર્વક પ્રદાન કર્યું છે. તો MB વધારે સ્પીડ આપી છે. આ ઉપરાંત આ સ્પીડ અદ્યતન ઉપકરણો સાથે હાંસલ કરવામાં આવી હતી. જેમાં નોકિયાના એરસ્કેલ રેડિયો અને માઇક્રોવેવ સોલ્યુશન પણ સામેલ છે.

આ પણ વાંચો: રિયલમી અને ક્વાલકોમ 3 જૂને 5જી પર વર્ચ્યૂઅલ સમિટનું હોસ્ટિંગ કરશે

ગમે તેવી ભીડ હશે હવે સિગ્નલ વિક નહિ પડે

વોડાફોન આઇડિયા (VI) અધિકારીઓએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 5G નેટવર્કની શરૂઆત (VI 5G trial in gandhinagar) થશે ત્યારે ગમે તેટલા વ્યક્તિઓ એક સ્થળે ભેગા થશે તો પણ નેટવર્ક વિક પડશે નહીં અથવા તો નેટવર્કમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ સામે આવશે નહીં. જ્યારે 5Gમાં એક એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે કે, જેમાં અમુક કિલોમીટરની અંદર તમામ લોકોને પરફેક્ટ સિગ્નલ પ્રાપ્ત થશે. જેથી કનેક્ટિવિટીનો કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં, જ્યારે 5જીએ એક મશીન ઉપકરણથી આપવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી પણ ફાઈવજી સ્પેક્ટ્રમની જાહેર બોલી કરવામાં આવી નથી. ત્યારે હજી પણ તમામ લોકો પાસે 5G નેટવર્ક આવતા ઓછામાં ઓછા 6થી 12 મહિના જેટલો સમય લાગી શકે છે. આમ 2022ના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં 5G નેટવર્ક કાર્યરત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.