- દ્વારકા ડ્રગ્સ મામલે વધુ નામો અને વિગતો બહાર આવશે
- દ્વારકા પોલિસે દિવાળીમાં 9 દિવસ કામગીરી કરી 16 કિલો ડ્રગ્સ ઝડપ્યું
- દ્વારકા ડ્રગ્સ મામલે આ વર્ષનો મોટો પર્દાફાશ થશે : ગૃહ પ્રધાન
ગાંધીનગર : ગુજરાત પોલીસ છેલ્લા બે માસથી ડ્રગ્સ પકડવાના મામલે જિલ્લા લેવલથી લઈ બોર્ડર અને દરિયાઇ માર્ગે સઘન પેટ્રોલિંગ કરી રહી છે. જેમને ડ્રગ્સ પકડવા મામલે એક ઝૂંબેશ ચલાવી છે. ત્યારે આજે દ્વારકા જિલ્લામાંથી જે ડ્રગ્સ (Dwarka drugs case) પકડાયું તેની લિંકના સહારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જે માટે lcb, sogની સયુંકત ટીમ બનાવી કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક સમયમાં 245 કરોડનું ડ્રગ્સ પકડાયુ
ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (home minister press conference)એ કહ્યું કે, છેલ્લા બે મહિનામાં જ્યારથી ગૃહ પ્રધાન તરીકે મે જવાબદારી લીધી છે. આજ સુધી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે 58 કેસો થયા છે. પેડલરના પકડવા માટે પોલીસ સતર્ક રહીને કામ કરી રહી છે. અત્યાર સુધીમાં છેલ્લા કેટલાક સમયમાં 245 કરોડનું ડ્રગ્સ પકડાયુ છે. બે મહિનામાં 5,756 kg ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત સરકાર દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. આશિષ ભાટિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું.
16 કિલો ડ્રગ્સ આજે પકડાયું છે એ લિંકના માધ્યમથી આ વર્ષનું સૌથી વધુ ડ્રગ્સ પકડાશે
દ્વારકા ડ્રગ્સની લિંક સુધી પહોંચી વધુ ડ્રગ્સ પકડવા કામગીરી કરાશે. 16 કિલો ડ્રગ્સ આજે પકડાયું છે તે ડિકલેર કર્યું છે. હજુ વધુ આંકડા ડીકલેર થશે. એ લિંકના માધ્યમથી હું તમને વિશ્વાસ અપાવું છે કે, આ વર્ષની સૌથી મોટી લીડ હશે. દ્વારકાની પોલીસની ટીમએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ સક્રિય રહીને 9 દિવસ ડ્રગ્સ પકડવા સક્રિય થઈ કામગીરી કરી હતી. ઇન્ટરનેશનલ લેવલ પરથી આવતું ડ્રગ પકડવું મુશ્કેલ કામ છે. આ કોઈ પોલિટિકલ વિષય નથી, પરંતુ પોલીસ ગંભીરતાથી કામ કરી રહી છે. આજે કેબિનેટમાં મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા છે.
લોકલ પોલીસ દ્વારા મોટું કંસાઇન્મેન્ટ પકડાયું
જિલ્લાની લોકલ પોલીસ દ્વારા આટલું મોટું કંસાઇન્મેન્ટ પકડવું એ ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી છે. 48 કલાકમાં ગ્રામ્ય પોલીસ દ્વારા અન્ય જિલ્લામાંથી પેડલર પકડવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં ગાંજાની ખેતી પકડાઈ છે. સુરતમાં પણ પેડલરો પકડાયા છે. ડ્રગ્સ બાબતે મે વિધાનસભામાં કહેલું, વેચતા પહેલા ડ્રગ્સ પકડવું એ ગુજરાત પોલીસની કામયાબી છે, લોકોના જીવ જોખમમાં જતાં બચાવ્યા છે.
બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે 10 દિવસમાં ચાર્જ સીટ તૈયાર કરવામાં આવશે
સાંતેજ પોલીસ દ્વારા તત્કાલિક દૂષણ મામલે આરોપીને પકડવામાં આવ્યો હતો, ઓછામાં ઓછા દિવસમાં ચાર્જસીટ તૈયાર કરવામાં આવશે. 10 દિવસમાં ચાર્જ સીટ તૈયાર કરવામાં આવશે. નામદાર કોર્ટમાં ઝડપથી કેસ ચાલે તેનું સંકલન થાય તે માટે વહેલા ચાર્જ સીટ ફાઈલ કરવામાં આવશે. બાળકીઓના પરિવારને ઇતિહાસમાં ક્યાંય ન્યાય ન મળ્યો હોય તેટલો ઝડપી ન્યાય અપાવવા માટે સિનિયર અધિકારીઓને જોડયા છે.
મહિલા પર અત્યાચારના ગંભીર ગુનાઓમાં 150 ગુનાઓ શોધાયા તેની ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવાશે
ભારત સરકાર 2021-22 આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મહિલાઓને ન્યાય અપાવવા અનોખી પહેલ કરાશે. મહિલા પર અત્યાચારના ગંભીર ગુનાઓમાં 150 ગુનાઓ શોધાય છે, તેની ન્યાયિક અને ઝડપથી પ્રક્રિયા કરવા માટે ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આરોપીઓને કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસાડવામાં આવશે.
આ પણ વાંચો: દ્વારકા ડ્રગ્સ બાબતે વધુ ખુલાસા આવ્યા સામે...
આ પણ વાંચો: War Against Drugs : સુરત SOGએ 58.530 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો