ETV Bharat / city

Gujarat Corona Updates : છેલ્લા 24 કલાકમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા, 5 દર્દીના થયા મૃત્યુ - Corona News Gujarat

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શુક્રવારે રાજ્યમાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 262 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Corona News
Corona News
author img

By

Published : Jun 18, 2021, 9:40 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • છેલ્લા 24 કલાકમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા
  • 776 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 05 દર્દીના મોત નિપજ્યા
  • અમદાવાદમાં 42, વડોદરા 15, સુરત 21 અને રાજકોટમાં 19 કેસ

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શુક્રવારે રાજ્યમાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 262 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે શુક્રવારે સૌથી વધુ 776 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 05 જેટલા દર્દીના કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.

આ પણ વાંચો : કોરોનાનો નવો વેરિયન્ટ Lambda વિશ્વના 29 દેશોમાં મચાવી રહ્યો છે હાહાકાર, WHO એ લીધી ગંભીરતાથી નોંધ

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે શુક્રવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 103 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરા 15, સુરત 21 અને રાજકોટમાં 19 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા

આ પણ વાંચો : India Corona Update: શુક્રવારે ભારતમાં નવા 62,480 કેસ, 1,587 મોત

આજે 2,55,046 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે 2,55,046 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,15,47,305 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,80,083 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 1461 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 7230 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 198 વેન્ટિલેટર પર અને 7032 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,023 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,04,668 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.90 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.