- રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો
- છેલ્લા 24 કલાકમાં 380 પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્યમાં કુલ 1 વ્યક્તિનું મોત
- છેલ્લા 24 કલાકમાં 296 દર્દીઓ રજા અપાઇ
ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર વધ્યો હતો, દિવાળી બાદ સતત 1500થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું જણાઇ રહ્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 380 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 કોરોના દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 6 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં રિકવરી રેટમાં 97.66
રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 97.66 ટકા થયો છે. જ્યારે બુધવારે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી, પણ રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,61,871 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.
1,268 કેન્દ્રોમાં 8,16,238 લોકોને રસી આપી
16 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 8,16,238 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 74,457 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક માસથી શરૂ થતા બીજા તબક્કાના વેક્સિનેશન કાર્યક્રમમાં 50 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો પચાસ વર્ષથી નીચેની ઉંમરના નાગરિકો પણ ગંભીર બિમારીથી પિડાતા હોય તેવા નાગરિકોને વ્યક્તિને આપવામાં આવશે. જેનો કુલ ડેટા 1.50 કરોડ થાય છે.
રાજ્યમાં કુલ 1,869 એક્ટિવ કેસ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,869 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 33 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે અને 1,636 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,407 મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 81, રાજકોટ કોર્પોરેશનમાં 46, સુરત કોર્પોરેશનમાં 57 અને બરોડા કોર્પોરેશનમાં 70 કુલ કેસ નોંધાયાં છે.