- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- છેલ્લા 24 કલાકમાં 4 લોકોના દુઃખદ મૃત્યુ થયા
- 651 દર્દીઓએ કોરોનાને માત આપી
- અમદાવાદમાં 38, વડોદરામાં 11, સુરતમાં 27 કેસ નોંધાયા
ગાંધીનગર (Gujarat corona update ): રાજ્યમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છેૉ. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 185 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રવિવારે સૌથી વધુ 651 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ થયું છે.
આ પણ વાંચો : Surat Corona Update: સુરત ગ્રામ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, મંગળવારે માત્ર 23 પોઝિટીવ કેસ નોંધાયા
રવિવારે 1,96,382 વ્યક્તિનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં રવિવારે 1,96,382 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,20,68,302 વ્યક્તિને રસી આપવામાં આવી છે. સૌ પહેલા 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને 10 જિલ્લામાં રસી આપવામાં આવતી હતી. એ પછી તમામ જિલ્લાઓમાં રસીકરણ કરાયા હતા. આ પ્રક્રિયા વેગવંતી બની હતી અને હવેથી 21મી જુનથી તમામ લોકો રજિસ્ટ્રેશન વિના રસી લઇ શકશે. વેક્સિનના વધુ ડોઝ મળતા આ નિર્ણય લેવાયો છે. જેથી વેક્સિન મોટી સંખ્યામાં લોકો લઈ શકશે. જ્યારે 18 વર્ષથી ઉપરનાની વાત કરીએ તો 24 કલાકમાં 1,36,686 લોકોને વેક્સિન અપાઈ હતી.
આ પણ વાંચો : surat rural corona update: સુરત ગ્રામ્યમાં આજે કોરાનાના 25 કેસ નોંધાયા
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ (Gujarat corona update )ની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 6,109 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 142 વેન્ટિલેટર પર અને 5967 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,032 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,06,193 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.04 ટકા સુધી પહોંચ્યો છે.