- કોંગ્રેસે નલ સે જલ યોજનાને લઇને સવાલ કર્યા
- કેટલાક જિલ્લાના ગામો હજૂ પણ વંચિત
- આ યોજના 2022માં 100 ટકા પૂર્ણ થશે
ગાંધીનગર : નલ સે જલ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષની અંદર 33 જિલ્લાઓમાં નળ કનેક્શન 100 ટકા સુધી પહોંચ્યા નથી. તેને લઈને કોંગ્રેસ દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા, જેમાં એવું પણ બહાર આવ્યું હતું કે, કેટલાક જિલ્લાઓના ગામોને જૂથ પાણી પુરવઠામાં પણ જોડવાના બાકી છે. જેથી 100 ટકા નલ સે જલ યોજના હજૂ સુધી પૂરી થઈ નથી. જે આગામી 2022 સુધીમાં પૂરી થશે, તેવી બાંહેધરી સરકાર દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચો - રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 107 કરોડ ચોરસ મીટરથી વધુ જમીન વેચી- ભાડે આપી
5 જિલ્લાના ગામ જૂથ પાણી પુરવઠા યોજનામાં જોડવા બાકી
33 જિલ્લાઓ પૈકીના આણંદ જિલ્લાના 211, પોરબંદરના 3, મહેસાણાના 5 ગામોને જૂથ પાણી પુરવઠા યોજનામાં જોડવાના જ બાકી છે, તે ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેવી રીતે પાણી મળતું હશે. આ પ્રકારના સવાલો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. જ્યારે બાકીના કેટલાક જિલ્લાઓમાં આ કામગીરી મોટા પાયે શરૂ થઈ છે, તો કેટલાક જિલ્લાઓમાં આ કાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો - રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે
અમદાવાદ જિલ્લામાં આ યોજના 31,996 ઘરોમાં પહોંચવાના બાકી
અમદાવાદ જિલ્લામાં 2020થી લઈને અત્યાર સુધી 3,32,125 ઘરોમાં નળ કનેક્શન આપ્યા છે, જ્યારે 31,967 ઘરોમાં નળ પહોંચવાના બાકી છે. અમદાવાદ જિલ્લાના પ્રશ્નોને લઈને વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે પાણી પુરવઠા પ્રધાને આ સવાલ પૂછ્યો હતો. અમદાવાદ જિલ્લામાં બાકી રહેલી આ યોજના 2022 સુધીમાં પૂરી થશે, તેવું પાણી પુરવઠા પ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો - રાજ્ય સરકારને કેન્દ્રનો ફટકો: સરદાર સરોવર યોજના માટે માંગેલા 2967.49 કરોડ સામે માત્ર 1879.76 કરોડ મળ્યા