ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 15,076 દર્દીઓ થયા સ્વસ્થ - ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહીનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 9,061 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે શનિવારે સૌથી વધુ 15,076 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 95 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે આજે શનિવારે કોરોનાથી થતાં મૃત્યુંમાં પણ ઘટાડો થયો છે.

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 15,076 દર્દીઓ થયા સ્વસ્થ

author img

By

Published : May 15, 2021, 9:05 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 9,061 પોઝિટિવ કેસ નોંધાયા
  • 15,076 દર્દીઓ કોરોનાને આપી માત
  • છેલ્લા 24 કલાકમાં 95 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગરઃ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે શનિવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2,396 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 7,159 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. સુરતમાં 598, રાજકોટ 274 અને બરોડામાં 569 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 95 દર્દીના મોત નિપજ્યા

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટ : કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, 27 દિવસે 10 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં આજે શનિવારે 31,301 યુવાનોને વેક્સિન આપી કેટલા નાગરિકોનું થયું રસીકરણ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1,47,83,212ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1 મેંથી 18વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણના ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે શનિવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 18થી 44 વર્ષના વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 31,301 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 83.84 ટકા જેટલો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 9,061 પોઝિટિવ કેસ નોંધાયા

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 10,742 પોઝિટિવ આવ્યા અને 15,269 દર્દી કોરોનાનો માત આપી, 109 દર્દીના થયા મૃત્યુ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,11,263 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 791 વેન્ટિલેટર પર અને 1,10,472 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 9,039 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 6,24,107 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.