ETV Bharat / city

દીવ ફરવા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લો, તંત્રએ લીધો આ મોટો નિર્ણય - જાહેરનામું દીવ ઓફિસ

પર્યટન સ્થળ દીવમાં આવતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. દીવ જિલ્લા વહીવટી તંત્રએ (Diu Collector) ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને દીવના તમામ બીચ પર નાહવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું (Diu Beach Notification) પ્રસિદ્ધ કર્યું છે. જેને લઇને દીવ આવેલા પ્રવાસીઓમાં નિરાશાની સાથે ભારે નારાજગી જોવા મળી રહી છે.

દીવ ફરવા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લો,તંત્રએ લીધો આ મોટો નિર્ણય

author img

By

Published : Jun 5, 2022, 10:18 PM IST

દીવ: સંઘપ્રદેશ દીવ પ્રશાસને (Diu Collector) દીવમાં આવેલા તમામ બીચ પર પ્રવાસીઓને નાહવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને કારણે દીવમાં વેકેશનનો સમય પસાર કરવા માટે આવતા પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સંભવીત ચોમાસાની ઋતુને કેન્દ્ર (Monsoon Season In Diu) સ્થાને રાખીને કોઈપણ અનિચ્છનીય ઘટના ન સર્જાય તેને ધ્યાને રાખીને કલમ 144 મુજબ દીવમાં આવેલા નાગવા સહિત તમામ બીચ (Diu Beach Notification) પર પ્રવાસીઓને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. કોઇ પણ પ્રવાસી દીવ પ્રશાસનના જાહેરનામાનો ભંગ (Diu police) કરતો માલુમ પડશે તો કાયદાકીય કાર્યવાહી કરશે.

દીવ ફરવા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લો,તંત્રએ લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો: આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત

આ કારણે લેવાયો નિર્ણય: પ્રવાસીઓ વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી જાહેરનામા થોડી રાહત આપવામાં આવે તેવી માંગ દીવ તંત્ર સામે કરી રહ્યા છે. પાછલા કેટલાક વર્ષો દરમિયાન ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આ સમય દરમિયાન કેટલાક હતભાગી પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવવાની પણ નોબત આવી છે. આવી પરિસ્થિતિમાં દીવ જિલ્લા પ્રશાસન પાણી પહેલા પાળ બાંધતા હોવાથી પ્રતિબંધ જાહેર કર્યો છે. તારીખ 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે. દીવના તમામ બીચ પર કોઈપણ વ્યક્તિને નાહાવા જવા માટેનો પ્રતિબંધ છે. વિધિવત રીતે ઓગસ્ટ મહિનામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે તેથી દરિયામાં નાહવા જવાની મંજૂરી દેવાતી નથી. પરંતુ આ વર્ષે પહેલી જૂનથી દીવના તમામ બીચ અને દરિયાકાંઠા પર નાહવાની પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં ફરીથી આ દરિયાઇ સિમા માંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

પ્રવાસી ઘટવાના એંધાણ: આ પ્રતિબંધને કારણે આગામી દિવસોમાં દીવમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ચોક્કસ ઘટાડો થશે. દીવમાં આવતો પ્રવાસી વિશ્વસ્તરીય પર્યટનની મોજ માટે આવતો હોય છે. જે પૈકીનું એક પર્યટન સ્થળ એટલે દીવમાં આવેલા તમામ બીચ આ બીચમાં નાહવાથી વોટર એક્ટિવિટી કરતા હોય છે. આ વખતે વહેલો પ્રતિબંધ મૂકી દેતા દૂર દૂરથી આવતા પ્રવાસીઓ નારાજ થયા છે. તેથી આગામી દિવસોમાં દીવામાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટશે એવું હાલ મનાય રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.