જૂનાગઢ: સંઘ પ્રદેશ દિવના સેન્ટ્રલ એકસાઇઝ વિભાગ (diu check post central excise department) દ્વારા ગુજરાત પાર્સિંગની એક શંકાસ્પદ કારને રોકીને તેમાં તપાસ (checking of suspicious vehicles in diu) કરતા કારમાં બનાવવામાં આવેલા ચોરખાનામાંથી અંદાજિત 600 કરતા વધુ દારૂ અને બિયરની બોટલ મળી આવી છે. સેન્ટ્રલ એકસાઇઝના અધિકારીઓએ કારચાલકને તપાસ અર્થે રોક્યો હતો, ત્યારે પોતાના કરતૂતો ખુલ્લા પડી જશે તેવા ડરથી સેન્ટ્રલ એકસાઇઝના અધિકારીને ચકમો આપીને ચાલક ફરાર થઇ ગયો છે. દીવ પોલીસ અને સેન્ટ્રલ એક્સાઇઝે કારના નંબર પરથી કાર માલિકની શોધખોળ હાથ ધરી છે.
સંઘપ્રદેશ દીવ માંથી દારૂની ચોરી કરતો અજીબ કિસ્સો આવ્યો સામે
સંઘ પ્રદેશ દીવમાં આજે દારૂની હેરાફેરી (alcohol rigging in gujarat) કરવાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. દિવ ચેકપોસ્ટ પર સેન્ટર એક્સાઇઝ અને પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે, જે અન્વયે ગુજરાતના ભાવનગર પાર્સિંગની એક કાર (alcohol rigging in car)ને શંકાસ્પદ હાલતમાં તપાસ અર્થે પોલીસ અને સેન્ટ્રલ એકસાઇઝના કર્મચારી અને અધિકારીઓએ રોકી અને તેમાં તપાસ કરતા પોલીસ અને સેન્ટ્રલ એકસાઇઝના અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. ગુજરાત પાર્સિંગની કારમાં બનાવવામાં આવેલા અલગ અલગ ચોરખાનામાંથી દારૂ અને બિયરની અલગ-અલગ બ્રાન્ડની 600 કરતાં વધુ બોટલ અને ટીન (Alcohol Smuggling From Diu) મળી આવ્યા છે. પોલીસે કારને તપાસ અર્થે રોકી હતી ત્યારે કારના ચાલક પોતાના કરતૂત ખુલ્લા પડી જશે તેવા ડરથી સ્થળ પર કારને મૂકીને ફરાર થઇ ગયો છે. તેની તપાસ પણ સંઘપ્રદેશ દીવ પોલીસ અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગ કરી રહ્યું છે.
કારમાં ગુપ્ત ચોરખાના બનાવીને દારૂની કરાઈ રહી હતી હેરાફેરી
સેન્ટ્રલ એકસાઇઝના કોન્સ્ટેબલ પ્રેમજી સોલંકીએ કાર ચાલકને શંકાસ્પદ હાલતમાં ઘોઘલા ચેકપોસ્ટ (diu ghoghla check post)ના પાર્કિંગમાં રોક્યો હતો, ત્યારે પાર્કિંગમાં જ કાર છોડી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો, જેની સેન્ટ્રલ એકસાઇઝના અધિકારી હરમિદર સિંહની સૂચનાથી પોલીસ અને સેન્ટ્રલ એકસાઇઝના અધિકારીઓ ભાવનગર પાર્સિંગની કારના ચાલકને ગાડીના નંબર gj 04 am 9345 પરથી શોધી કાઢવા માટે સેન્ટ્રલ એકસાઇઝના ઇન્સ્પેક્ટર (inspector of central excise diu) દીક્ષિત ચારણીયાને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. કારની તપાસ કરતા તેમાં સીટ દરવાજા અને અન્ય જગ્યા પર ચોરખાના બનાવવામાં આવ્યા હતા જેમાં દારૂ અને બીયરની બોટલોને છુપાવીને સંઘ પ્રદેશ દીવમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી. પોલીસ પણ કિમીયાગર કારચાલકની ચાલાકીને જોઈને દંગ રહી ગઈ હતી, પરંતુ પોલીસ અને સેન્ટ્રલ એકસાઇઝની નજરમાં કારચાલકની શંકાસ્પદ હિલચાલ તેના ડહાપણને ઉજાગર કરી ગઈ.
ગુજરાતની ચેકપોસ્ટ રદ થતાં દારૂની હેરાફેરીમાં મળ્યું છે મોકળું મેદાન
આરોપી કારચાલક હાલ પોલીસ પકડી બહાર છે, પરંતુ આગામી દિવસોમાં સંઘપ્રદેશ દીવ પોલીસ અને સેન્ટ્રલ એક્સાઇઝ આરોપી સુધી પહોંચશે તેવો વિશ્વાસ સેન્ટ્રલ એકસાઇઝના કમિશનર (commissioner of central excise) હરમિંદર સિંહે આપ્યો હતો. ગુજરાત સરકારે તેની દીવ નજીક માંડવી અને તડ ચેકપોસ્ટ બંધ કરી દીધી છે, જેને કારણે દીવમાંથી દારૂ અને બિયરની હેરાફેરી બિલકુલ સામાન્ય બની ગઈ છે કેટલાક કિસ્સાઓમાં શંકાસ્પદ કારને રોકીને સંઘપ્રદેશ દીવ પોલીસ અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગ દીવમાંથી ગુજરાતમાં આવતા દારૂને રોકવામાં સફળ થાય છે. ગુજરાતની ચેકપોસ્ટ બંધ થવાને કારણે દારૂની હેરાફેરી (alcohol smuggling in gujarat) કરતા બુટલેગરો અવનવા કીમિયા શોધીને દીવ માંથી દારૂ અને બિયરનો જથ્થો ગુજરાતમાં લાવી રહ્યા છે. આગામી શુક્રવારે અંગ્રેજી વર્ષ 2021 પૂર્ણ થઈ રહ્યું છે અને મોડી રાત્રે વર્ષ 2022ની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે આવા સમયે દારૂનું વેચાણ કરતા બુટલેગરો પૈસા કમાવવાની લાલચમાં અવનવા કિમિયાઓ કરીને દારૂ અને બિયરને દીવમાંથી ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: દીવના નાગવા બીચ પર પેરા સેલિંગ વખતે સર્જાયો અકસ્માત, દરિયામાં ખાબકેલા દંપતીનો થયો ચમત્કારિક બચાવ
આ પણ વાંચો: Hajira To UT Diu Cruise : જય સુફિયા ક્રૂઝ દીવ આવી પહોંચી