ETV Bharat / city

વલસાડઃ નારગોલ સ્થિત દેના બેન્કની શાખા અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે ગ્રામલોકોનો વિરોધ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા નારગોલ બંદર ગામમાં વર્ષોથી કાર્યરત દેના બેન્કની શાખાને બંધ કરી અન્યત્ર ખસેડવાના બેન્કના નિર્ણય સામે ખાતેદારોએ વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ગ્રામલોકોએ સમગ્ર મામલે વલસાડ જિલ્લા કલેક્ટર તેમજ બેન્કના રિઝનલ મેનેજર સમક્ષ પોતાની રજૂઆત ઠાલવી સહી ઝુંબેશ અભિયાન હાથ ધર્યું છે. આ ઉપરાંત જરૂર પડ્યે સામુહિક રીતે ખાતા બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

author img

By

Published : Jul 10, 2020, 3:10 AM IST

ETV BHARAT
નારગોલ સ્થિત દેના બેન્કની શાખા અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે ગ્રામલોકોનો વિરોધ

વલસાડ: જિલ્લાના નારગોલ ગામે ગત 50 વર્ષથી ચાલી આવતી દેના બેન્કની શાખાને અચાનક ખતલવાડા ગામે આવેલી દેના બેન્કની શાખા સાથે મર્જ થવાની જાણકારી સ્થાનિક ખાતાધારકોને થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેન્કનું સ્થળાંતર રોકવા ગ્રામજનો દ્વારા વિવિધ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 1969માં શરૂ થયેલી દેના બેન્ક નારગોલ શાખાને અચાનક 08 કિલોમીટર અંતરે આવેલા ખતલવાડા ગામની બેન્ક સાથે મર્જ કરવાની કાર્યવાહીથી નારાજ ગ્રામજનો સામુહિક પોતાના ખાતા બંધ કરવાનો નિર્ણય લઈ ચૂક્યા છે. આ અગાઉ પ્રયાસના ભાગરૂપે નિર્ણયમાં ફેરફાર કરાવવા માટે નારગોલ ગામના સરપંચ કાંતિલાલ કોટવાલની આગેવાની હેઠળ ગામના અન્ય આગેવાનોના એક પ્રતિનિધિ મંડળે સહી ઝુંબેશ આદરી ગુરૂવારે જિલ્લા કલેક્ટર, રિઝનલ મેનેજર દેના બેન્ક સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને મળી લેખિત તેમજ રૂબરૂ મુલાકાત કરી બેન્કની શાખાને ગામમાં જ યથાવત રાખવા રજૂઆત કરી હતી.

આ અંગે ગામના માજી સરપંચ યતિન ભંડારીએ જણાવ્યું હતું કે, આ બેન્ક વર્ષોથી નારગોલમાં કાર્યરત છે અને તેમાં ગામલોકોના કરોડો રૂપિયા ડિપોઝીટ પેટે પડ્યા છે. આ ઉપરાંત બેન્કમાં સમયાંતરે મોટી માત્રામાં નાણાકીય વહેવાર થતો આવ્યો છે. આ શાખા બેન્કની સધ્ધર શાખામાની એક છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, નારગોલ ગામના 10 હજાર ખાતેદારો છે. 500 જેટલી FD અને 500 જેટલા પેંશનધારકોનો નાણાકીય વહીવટ આ શાખામાં ચાલે છે, પરંતુ હાલમાં દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડા મર્જ થયા બાદ આ શાખાને બંધ કરવામાં આવી રહી છે. જો, શાખા અન્યત્ર ખસેડશે તો ગામલોકોને 8 કિલોમીટર સુધી લાંબા થવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.