વાપી વલસાડ SOGની ટીમે વાપીમાંથી 2 યુવકની ધરપકડ (Special Operations Group of Valsad) કરી છે. આ બંને યુવકોએ 22 ઓગસ્ટે અંધેરી પૂર્વ મુંબઈ વિસ્તારમાં આવેલી હોટેલ ધ લલિતમાં (lalit hotel mumbai gets Bomb Blast threat call) ફોન કરી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. સાથે જ તેમણે 5,00,00,000 રૂપિયાની માગણી પણ કરી હતી. ત્યારે પોલીસે વાપી નજીક છીરીના 2 યુવકોની ધરપકડ કરી તેમને મુંબઈ પોલીસને સોંપ્યા છે.
પૈસા નહીં આપો તો બ્લાસ્ટ કરવાની આપી ધમકી જો તમે 5 કરોડ રૂપિયા નહીં આપો તો સેવન સ્ટાર હોટેલ ધ લલિતમાં (lalit hotel mumbai gets Bomb Blast threat call) અલગ અલગ 5 જગ્યા પર બોમ્બ લગાવીને ઉડાડી દઈશું. એવી ફોન પર ધમકી આપનાર 2 આરોપીઓની સામે મુંબઈ પોલીસે ગુનો (mumbai police complaint) નોંધ્યો હતો. જેની જાણ વલસાડ પોલીસને કરતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
છૂટક મજૂરી કરતા યુવકોએ આપી ધમકી આ ઘટના અંગે મળતી વિગતો મુજબ, વાપી નજીક છીરી ગામમાં એક ચાલમાં રહેતા અને છૂટક મજૂરી કરતા બિહારના 27 વર્ષીય વિક્રમ શશિભૂષણ સિંગ તથા સીમકાર્ડ ડિસ્ટ્રીબ્યૂટર તરીકે નોકરી કરતા 19 વર્ષીય યેશુ ઓમપ્રકાશ સિંગ નામના 2 યુુવકોએ શોર્ટ ટર્મ મની મેળવવા માટે મુંબઈની ધ લલિત હોટેલમાં ફોન કરી 5,00,00,000 રૂપિયાની રકમ નહીં આપે તો હોટેલને બોમ્બથી ઉડાવી (lalit hotel mumbai gets Bomb Blast threat call) દેવાની ધમકી આપી હતી.
વલસાડ SOGની ટીમે આરોપીઓને દબોચી લીધા આ અંગે હોટેલના સિક્યોરિટી એક્ઝિક્યૂટિવ પરેશ રામચંદ્ર બાવદાને સહારપુર પોલીસ સ્ટેશન, અંધેરી ઈસ્ટ ખાતે ફરિયાદ આપી હતી. આ અંગે સહારપુર પોલીસ સ્ટેશનની એક ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે કોલ ડિટેઇલનો અભ્યાસ કરી આરોપીઓનું લોકેશન વાપી વલસાડનું શોધી કાઢી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો. જેમણે સ્પેશિઅલ ઓપરેશન ગૃપ (SOG)ની એક ટીમ PSI એલ. જી. રાઠોડ સાથે મોકલી આરોપીઓ વિક્રમ શશિભૂષણ સિંગ અને યેશુ ઓમપ્રકાશ સિંગને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો Ahmedabad Serial Blast Case: અમદાવાદ બ્લાસ્ટના દોષિતોનો કેસ લડશે જમિયત ઉલેમા-એ-હિંદ
શોર્ટ ટાઇમમાં વધુ પૈસા કમાવવા પ્લાન તૈયાર કર્યો હતો SOG ટીમ (Special Operations Group of Valsad) અને મુંબઈ પોલીસ દ્વારા બંને યુવકોની પુછપરછ કરતા યેશુ સિંગે કબૂલાત કરી હતી કે, તે વોડાફોન સબ ડીસ્ટીબ્યુટર (વોડાફોન સીમકાર્ડ સેલીંગ સબ એજન્ટ) તરીકે કામ કરે છે. અને મિત્ર વિક્રમ શશિભૂષણ સિંગને ઓળખતો હોવાથી વિક્રમે શોર્ટ ટાઈમમાં વધુ પૈસા કમાવવા આ પ્લાન તૈયાર કર્યો હતો. તેના આધારે ગૂગલ ઉપર સેવન સ્ટાર હોટેલ ધ લલિત અંધેરી (lalit hotel mumbai gets Bomb Blast threat call) પુર્વ મુંબઈ, મહારાષ્ટ્ર સર્ચ કરી ડમી સીમકાર્ડ તથા સાદા મોબાઇલના આધારે હોટેલના લેન્ડલાઇન નંબર ઉપર કોલ કરી ધમકી આપી હતી કે, જો 5,00,00,000 રૂપિયા નહીં આપો તો હોટેલમાં અલગ અલગ 5 જગ્યા ઉપર બોમ્બ પ્લાન્ટ કરી ઉડાવી દઈશું.
બોમ્બેથી સુરત રોડ તરફ 5 કરોડ રૂપિયા લઈ આવવા જણાવ્યું બંને યુવકોને પૈસાની જરૂર હોય આ પ્લાન મુજબ, ટ્રેન મારફતે હોટેલ ધ લલિતની રેકી (the lalit hotel mumbai) કરી ડમી નંબરથી મુંબઇ મીરારોડથી ધમકીભર્યો કોલ કર્યો હતો. આ પ્રકારના થ્રેટ કોલ કરી બંને યુવકો ડમી સીમકાર્ડ સાદા ફોનમાંથી કાઢી રાખી લેતા અને ફોન કોઈ જળાશય કે ઝાડી જંગલમાં ફેકી દેતા હતાં. વિક્રમે 22મી ઓગસ્ટે છેલ્લો બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો થ્રેટ કોલ કરી બોમ્બેથી સુરત રોડ તરફ 5 કરોડ રૂપિયા લઈ આવવા જણાવ્યું હતું.
મુંબઈ પોલીસ આરોપીઓને લઈ ગઈ ત્યારબાદ મુંબઈ પોલીસની ફરિયાદ આધારે વલસાડ SOGની ટીમે (Special Operations Group of Valsad) બંને આરોપીઓને 7 મોબાઈલ ફોન, 12 સીમકાર્ડ તથા 50થી વધારે નવા સીમકાર્ડ (એક્ટિવેશન બાકી હોય તેવા) સાથે ધરપકડ કરી હતી. 5 કરોડની માગણી કરનારા બંને આરોપીઓને સહારપુર પોલીસ, મુંબઇએ ડુંગરા પોલીસ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી (mumbai police complaint) વધુ તપાસ માટે પોતાની સાથે લઈ ગઈ છે.
GM સાથે વાત કરી 5 કરોડની રકમ માગી ઉલ્લેખનીય છે કે, આ ભેજાબાજ યુવકોએ અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી બોમ્બ બ્લાસ્ટ કરવાના થ્રેટ કોલ (lalit hotel mumbai gets Bomb Blast threat call) શરૂ કરી હોટેલની રિસેપ્શનિસ્ટ લેડીઝને ડરાવી ધમકાવી હોટેલના GM સાથે વાત કરાવાની જીદ કરી હતી. અને GM સાથે વાત કરી 5 કરોડની રકમ માંગી હતી. જો નહિ આપે તો હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.