વાપી : વલસાડ જિલ્લામાં બુધવારે 14 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 4 દર્દીઓ સ્વસ્થ પણ થયા હતા. વલસાડમાં અત્યાર સુધી કુલ 986 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 791 સ્વસ્થ થયા છે તેમજ 85 સારવાર હેઠળ છે. જ્યારે આજે એક પણ મોત ન થતા કુલ મોતનો આંક 110 પર યથાવત રહ્યો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બુધવારે વધુ 23 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, તેમજ 13 દર્દીઓ સ્વસ્થ પણ થયા હતાં. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીના કુલ 1153 દર્દીઓમાંથી 986 સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 167 દર્દીઓ સારવાર હેઠળ છે.
દમણમાં બુધવારે 21 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે માત્ર 4 દર્દીઓ જ સ્વસ્થ થયા હતા. દમણમાં અત્યાર સુધીમાં કુલ 1032 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 964 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. 68 દર્દીઓ સારવાર હેઠળ છે.
વલસાડ-દમણ-સેલવાસમાં કોરોનાના દર્દીઓમાં ઘટાડા બાદ અચાનક બુધવારે વધારો થતાં વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.